કાર્યવાહી:વિસનગરની ઓમવિલા સોસાયટીને સ્ટ્રીટલાઇટ જોડાણ ન આપતાં નોટિસ

વિસનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહક સુરક્ષા મંડળે પાલિકાને 7 દિવસમાં કાર્યવાહી કરવા જણાવ્યું
  • સોસાયટીના રહીશો 6 વર્ષથી સ્ટ્રીટલાઇટનું બિલ જાતે જ ભોગવે છે

વિસનગરમાં ઓમવિલા સોસાયટીમાં 38 મકાનોમાં પરિવારો રહે છે. સોસાયટી વર્ષ 2015માં બની હતી, ત્યારથી સ્ટ્રીટ લાઇટનું જોડાણ પાલિકામાં સમાવેશ ન થતાં તેનું બિલ રહીશો ભોગવી રહ્યા છે. સોસાયટીના પ્રમુખ ડાહ્યાભાઇ પટેલે જણાવ્યું કે, સ્ટ્રીટલાઇટ વેરો ભરતા હોવા છતાં પાલિકાએ જોડાણ કર્યું નથી, જે અંગે નગરપાલિકા અને પાલિકા નિયામક સુધી રજૂઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી ન કરાતાં ગ્રાહક સુરક્ષા મંડળનો આશરો લેવો પડ્યો છે.

રહીશોની અરજીને પગલે ગ્રાહક સુરક્ષા દ્વારા પાલિકાને નોટિસ આપી સ્ટ્રીટલાઇટનું જોડાણ 7 દિવસમાં કરી આપવા જણાવાયું છે, અન્યથા ભરેલ બિલની રકમની વસુલાત કરવા હાઇકોર્ટમાં રીટ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

પાલિકા નિર્ણય નહીં લે તો કોર્ટમાં જઇશુ : પ્રમુખ ગ્રાહક સુરક્ષા
ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઇ પટેલે જણાવ્યું કે, સોસાયટીના રહીશોને સ્ટ્રીટલાઇટ મેળવવાનો અધિકાર છે તેઓ છ વર્ષથી વંચિત છે. રહીશોએ પાલિકા સહિત અન્ય સ્થળોએ ધક્કા ખાધા બાદ પણ કોઇ કાર્યવાહી ન થતાં નોટિસ આપવી પડી છે. હજુ પાલિકા નિર્ણય નહીં લે તો કોર્ટમાં જઇશું.2015પછી બનેલ સોસાયટીઓના જોડાણ થઇ ગયા છે.પાલિકાના માનીતા મળતિયા કોન્ટ્રાક્ટરો અને ડેવલપરોની સોસાયટીઓને ઝડપી જોડાણ આપાયા છે, આ સોસાયટીને કેમ નહીં.

સરકારના નીતિ-નિયમ મુજબ કાર્યવાહી કરાશે : સીઓ
ચીફ ઓફિસર અશ્વિન પાઠકે નોટિસ મળ્યાનું જણાવી સરકારના નીતિ-નિયમો મુજબ મંજૂરી લઇ જોડાણ માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...