મહેસાણા લોકસભાના સાંસદ શારદાબેન પટેલ દ્વારા વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને મહેસાણા તાલુકાના રૂપાલ-કુકસ ગ્રાઉન્ડ ખાતે રમાનાર સાંસદ ખેલ સ્પર્ધાનો શનિવારે રાત્રે શુભારંભ સાંસદે બેટિંગ કરીને કરાવ્યો હતો. આ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 136 ટીમોએ ભાગ લીધો છે. જેમાં મહિલાઓની 6 તેમજ દિવ્યાંગો ની 2 ટીમોનો પણ સમાવેશ થાય છે. 28મી મે સુધી નોકઆઉટ પદ્ધતિથી આ ટૂર્નામેન્ટ રમાશે.
સ્પર્ધાનો પ્રારંભ સાંકળચંદ યુનિ. ગ્રાઉન્ડ ખાતે મહિલા અને દિવ્યાંગોની ટીમો વચ્ચેની મેચથી કરાયો હતો. આ પ્રસંગે સાંસદ શારદાબેન પટેલ, ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ, સાંકળચંદ યુનિ.ના પ્રેસિડેન્ટ પ્રકાશભાઇ પટેલ, ધારાસભ્ય રમણભાઇ પટેલ, કરશનભાઇ સોલંકી, ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઇ પટેલ, એસપી અચલ ત્યાગી, ડીડીઓ ડો.ઓમ પ્રકાશ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.