હોળી પહેલા માર્કેટમાં રંગ અને પિચકારીની બૂમ:વિસનગરમાં રંગોત્સવના પર્વ પર અવનવી પિચકારીઓનું વેચાણ શરૂ, ગત વર્ષ કરતાં 20થી 30 ટકા ભાવમાં વધારો

વિસનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

હોળી-ધૂળેટી પર્વને આડે થોડા દિવસો બાકી રહ્યા છે. ત્યારે વિસનગર શહેરની બજારોમાં વિવિધ વેરાઈટીની પિચકારીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પિચકારીના ભાવમાં થોડો ભાવવધારો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે પિચકારીઓમાં વિવિધ પ્રકારની કાર્ટુનવાળી તેમજ પ્રેશરપંપવાળી પિચકારીઓની માગ વધુ જોવા મળી રહી છે. જેમાં પિચકારીઓની સાથે સાથે રંગ ગુલાલનું પણ વેચાણ શરૂ થઈ ગયું છે. જેમાં બજારોમાં નાની-મોટી લારીઓ સહિત પિચકારીઓનું વેચાણ કરવા માટે સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે. જેથી પર્વને થોડા દિવસો બાકી હોય ત્યારે ધીમ-ધીમે ખરીદીનો માહોલ જામી રહ્યો છે.

પિચકારીઓમાં 20થી 30 ટકાનો ભાવ વધારો
વિસનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા ગુલાલ તેમજ પિચકારીઓના સ્ટોલ શરૂ કરી દેવામાં આવ્યા છે. હાલ વિસનગર શહેરના બજારમાં વિવિધ પ્રકારની પિચકારીઓ તેમજ ગુલાલ જોવા મળે છે. હોળી-ધૂળેટી પર્વને લઈને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના ભૂલકાંઓમાં વિવિધ કાર્ટુનવાળી પિચકારીઓ હોટ ફેવરીટ છે. જેથી કાર્ટૂન વાળી પિચકારીઓ બજારમાં વધારે જોવા મળી રહી છે. તો આ ગત વર્ષ કરતા પિચકારીઓમાં ભાવ વધારો પણ જોવા મળી રહ્યો છે. જેમાં 20થી 30 ટકા જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે.

વિસનગરમાં અનોખી ધુળેટીની ઉજવણી કરાશે
દેશભરમાં ધુળેટી પર્વની ઉજવણી રંગોથી કરવામાં આવે છે. જ્યારે વિસનગર ખાતે અનોખી રીતે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ધુળેટી પર પિચકારી કે રંગ નહિ, પરંતુ ખાસડા અને શાકભાજી મારી મારીને ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જે આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે. જેથી આ વર્ષે પણ વિસનગરમાં ધુળેટી પર્વ પર ખાસડા યુદ્ધ ખેલાશે.

અન્ય સમાચારો પણ છે...