વિસનગરમાં વિકાસના કામો મંજૂર:18 નવા રોડને મંજૂરી, માર્ગ મકાન વિભાગ દ્વારા ગામડાઓમાં પાકા રસ્તાઓ, અન્ય ગામની મુસાફરી બનશે સરળ; ગામલોકોમાં ખુશીનો માહોલ

વિસનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વિસનગરમાં ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાલુકાના ગામડાઓમાં નોનપ્લાન રસ્તાઓના કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં વિસનગરના ધારાસભ્ય અને આરોગ્યમંત્રી ઋષિકેશ ભાઈ પટેલના સૂચનાને લઇ માર્ગ અને મકાન વિભાગ દ્વારા 21.70 કરોડના ખર્ચે 18 રોડને નવા બનાવવા માટે મંજૂરી આપવામાં આવતા ગામડાઓમાં ખુશી જોવા મળી છે. જેમાં ચોમાસા દરમિયાન કાદવ કીચડવાળા રસ્તાઓમાં પસાર થવું પડશે નહીં અને સરળતાથી એક બીજા ગામની અવર જવર કરી શકાશે.

21.70 કરોડના કામોને મંજૂરી
વિસનગર તાલુકાના ગામડાઓના 18 રોડને નવા બનાવવા માટે મંજૂરી મળતાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા 21.70 કરોડના રોડના કામને મંજૂરી આપતા મંત્રી ઋષિકેશ ભાઈ પટેલ સહિત તમામ ગ્રામજનોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ રસ્તાઓના કામોને મંજૂરી

 • પુદગામ કાંસા રોડ (મુક્તિધામ) - 1.75 કરોડ
 • ઉદલપુર તળાવથી કામલપુર રોડ - 1.40 કરોડ
 • હસનપુર કિયાદર રોડ - 1.75 કરોડ
 • તરભ વાલમ રોડ - 1.85 કરોડ
 • ગોઠવા પરા વિસ્તાર થી સિધ્ધેશ્વરી મંદિર કડા સુધી - 1.40 કરોડ
 • ગણપતપુરા ખરવડા રોડ - 75 લાખ
 • ગોઠવા બાજીપુરા રોડ - 85 લાખ
 • કમાણા થી મગરોડા બેચરપુરા ને જોડતો રોડ - 1.65 કરોડ
 • મગરોડા ખરવડા તળાવથી ગામ સુધી રોડ - 50 લાખ
 • ભાન્ડુ (પુલ) થી સાતુસણા (ચોર આંબલીથી ગોલી નેળીયું) - 1.85 કરોડ
 • કંસારાકુઈ ઉમિયા બોર થઈ સવાલા રોડ - 1.15 કરોડ
 • ઘાઘરેટ બાજીપુરા પાટિયા રોડ થી મુકેશભાઈ ના બોર થઈને હાઇવે જતો રોડ - 60 લાખ
 • ગોઠવા આંખાજીપુરા થી બાકરપુર રોડ - 55 લાખ
 • લાછડી થી દગાવાડિયા રોડ - 75 લાખ
 • દેણપ તરભ રોડને જોડતો ખંડોસણ કરલી રોડ - 1.10 કરોડ
 • જેતલવાસણા થી વાલમિયા પૂરા (ઐઠોર) પ્રાથમિક શાળા સુધીનો રોડ - 1.50 કરોડ
 • ગુંજાલા સુજલામ સુફલામ્ કેનાલ થઇ દેવરાસણ ખેરવા રોડ ને જોડતો રોડ - 1.50 કરોડ
 • ભાલક ગામે મંડાલી રોડથી લક્ષ્મીપુરા ખરોડ રોડ ને જોડતો રોડ - 80 લાખ
અન્ય સમાચારો પણ છે...