ધમકી:કેસોનું સમાધાન કરવા ભત્રીજા જમાઇની કાકા સસરાને ધમકી

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેરાલુના વકીલે મહેસાણાના કરશનપુરા ગામે રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી

ખેરાલુ શહેરમાં રહેતા વકીલને કરશનપુરાના શખ્સે ફોન ઉપર અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં તેમણે ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ખેરાલુ શહેરમાં મોટીફળી વિસ્તારમાં રહેતા વકીલ સોની દિનેશકુમાર ડાહ્યાલાલ શુક્રવારે તેમના ઘરે હતા, તે દરમિયાન મહેસાણા તાલુકાના કરશનપુરા ગામમાં રહેતા અને તેમના ભત્રીજા જમાઇ પટેલ તેજેન્દ્ર જ્યંતિલાલ ફોન કરી અપશબ્દો બોલવા લાગતાં દિનેશભાઇએ ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ દિનેશભાઇ પરિવાર સાથે વૃંદાવન ચાર રસ્તા પર નાસ્તો કરવા ગયા હતા.

તે દરમિયાન ફરીથી તેજેન્દ્રએ ફોન કરી કોર્ટમાં કરેલા કેસોનું સમાધાન કરી લેવાનું કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. રાત્રે પણ તેનો ફોન આવતાં દિનેશભાઇએ ખેરાલુ પોલીસ મથકમાં પટેલ તેજેન્દ્ર જ્યંતિલાલ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...