તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:2020 પહેલાં નવી ટોપીવાળા આવ્યા છે એમાં ભરમાવાની જરૂર નથી : નીતિન પટેલ

વિસનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસનગરમાં પિંડારીયા તળાવ અને ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું
  • કાર્યક્રમમાં વરસાદ થતાં પિંડારિયા તળાવ પાસે બાંધેલા મંડપમાં પાણી ભરાયું

વિસનગર શહેરમાં એપીએમસીના માધ્યમથી દાતાઓ દ્વારા તૈયાર કરેલ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ અને શહેરની આગવી ઓળખ એવા પિંડારિયા તળાવના લોકાર્પણ સમારોહમાં બોલતા ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કોરોના કાળમાં સૌથી ઓછી ફરિયાદો આ વિસ્તારમાંથી મળી હોવાનું જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કોરોનામાં ગુજરાતમાં ચાર હજાર કરોડનો ખર્ચ થયો હોવાનું તેમજ આમ આદમી પાર્ટી સામે નિશાન સાધી ને તેમણે જણાવ્યું હતું કે 2022માં કેટલીક ટોપી વાળા આવ્યા છે કોઈ એમાં ભરવાની જરૂર નથી ગુજરાત રાજ્ય મોડલ રાજ્ય છે અને રહેવાનું છે તેમ જણાવ્યું હતું.

વિસનગરમાં સૌપ્રથમ પિંડારિયા તળાવનું લોકાર્પણ કરવાનું હતું પરંતુ છેલ્લી ઘડીએ સી.આર.પાટીલને ગાંધીનગર જવાનું હોઈ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર કરી પ્રથમ વિસનગર સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું . આ પ્રસંગે સાંસદ શારદાબેન પટેલ, ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, પૂર્વ ગૃહ મંત્રી રજનીભાઇ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો, નગરસેવકો સિવિલનો સ્ટાફ હાજર રહ્યો હતો. લોકાર્પણ કાર્યક્રમમાં વરસાદનું વિઘ્ન નડતાં પિંડારિયા તળાવ પાસે બાંધેલ મંડપમાં પાણી ભરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...