પાણીકાપ:વિસનગર શહેર અને તાલુકામાં આજે નર્મદાનું પાણી નહીં મળે

વિસનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યોજના દ્વારા નાના સમારકામ કરવા પાણીકાપ

વિસનગર શહેર અને તાલુકાના ગામોમાં ગુરૂવારે મોટીદાઉ યુજીવસીઅેલના શટડાઉનને લઇ પાણી પુરવઠો બંધ રહેનાર છે. કામગીરી પૂર્ણ થયે પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે તેમ યોજનાના સૂત્રોએ જણાવ્યું હતું. શહેરીજનો અને તાલુકાના ગામો ગ્રામજનો માટે 151 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ યોજના દ્વારા નર્મદાનું શુધ્ધ પીવાનું પાણી પૂરૂ પડાય છે.

જેમાં શહેરીજનોને 1.70 કરોડ લિટર, જ્યારે ગ્રામ પંચાયતોને 30 કરોડ લિટર પાણી વિતરણ કરાઇ રહ્યું છે. મોટીદાઉ યુજીવીસીએલના શટડાઉનને કારણે પ્લાન્ટ બંધ રહેનાર હોઇ ગુરૂવારે પાણી પુરવઠો બંધ રહેનાર છે. જાણ યોજના દ્વારા શહેરમાં પાણી વિતરણ કરતી નગરપાલિકાને તેમજ યોજનાનો લાભ લેતી ગ્રામ પંચાયતોને કરી દેવાઇ છે.

આગામી સપ્તાહ બાદ તહેવારો શરૂ થતા હોઇ લોકોને પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે યુજીવીસીઅેલના શટડાઉનની સાથે સાથે સમારકામ પણ કરી દેવામાં આવશે. કામગીરી પૂર્ણ થયે પાણી રાબેતા મુજબ પુન: શરુ કરી દેવાશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...