વિસનગર વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારની જાહેરાત કરી છે. જેમાં ઉમેદવાર તરીકે પાટીદાર સમાજનો ચહેરો અને વકીલ એવા જયંતિલાલ પટેલના નામ પર મહોર મારી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ પાટીદાર ચહેરાને મેદાને ઉતાર્યા છે. આમ આદમી પાર્ટી મધ્યસ્થ કાર્યાલય ખાતે ઉમેદવાર જયંતિલાલ પટેલનું કાર્યકરો દ્વારા ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું છે. વિસનગર વિધાનસભા સીટ પર પાટીદાર સમાજનો ચહેરો મેદાનમાં ઉતારતાં ખરાખરીનો જંગ જામશે. જેમાં જયંતિલાલ પટેલને તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને જયંતિલાલ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
લોકો અમને જંગી બહુમતીથી જીતાડશે એવો વિશ્વાસ
આ અંગે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયંતિલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા મોંઘવારીમાં પીસાઈ રહી છે. શિક્ષણ મેળવવા માટે પીસાઈ રહ્યા છે. સારી સારવાર લેવા માટે પીસાઈ રહ્યા છે. જેમાં 9માં ધોરણનું પેપર પણ ફૂટી જાય છે. 9 ધોરણનું પેપર ફૂટે તો કેટલી કથળેલી સ્થિતિ કહેવાય. આ સરકારના કારણે યુવાનો ભવિષ્ય ગુમાવી રહ્યા છે. મોઘવારી, સારું શિક્ષણ, રોજગારી, સારી સારવાર એ અમારા મુખ્ય મુદ્દા છે. લોકો અમને જંગી બહુમતીથી જીતાડશે એવો વિશ્વાસ રાખીએ છીએ. કેટલી સીટ આવશેએ અમારા હાથમાં નથી. અમારા કોઈ પણ કાર્યકર્તાના હાથમાં નથી પણ અમને વિશ્વાસ છે કે, આમ જનતા અમારા પર વિશ્વાસ દાખવશે.
વિસનગરની જનતા પ્રેમ આપશે એવી આશાઃ નરેન્દ્ર પ્રજાપતિ
આ અંગે પ્રવક્તા નરેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, જનતા બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય જેવા બધા જ પ્રશ્નોથી ત્રસ્ત છે. જેનાથી જનતાને પણ ખબર પડી છે કે, જે રાજકીય પાર્ટીઓએ આપણું શોષણ કરી અમારી પેઢી ડૂબાડી રહી છે. એનાથી કોઈ પણ પ્રકારનો ફાયદો થયો નથી. જનતાનો પૈસો જનતામાં જ ખર્ચાય, એવી આમ આદમી પાર્ટીની વિચારધારામાં વિસનગરની જનતા પણ પ્રેમ આપશે એવી અમને આશા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.