તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિસનગરના લાલ દરવાજા વિસ્તારમાં દરગાહ પાસે અગાઉ છોકરી ભગાડી જવા મામલે થયેલા ઝઘડાની અદાવતમાં ગાડી લઇને આવેલા 4 શખ્સોએ લોખંડની પાઇપ અને ટોમી જેવા હથિયારોથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી તળાવમાં નાંખી દેતાં યુવકનું મહેસાણા સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે અંગે પોલીસે 5 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના નવાવાસમાં રહેતા ઇમ્તિયાઝભાઇ ઉસ્માનભાઇ મનસુરીના ભાઇની દીકરીને લાલ દરવાજા વિસ્તારમાં રહેતી અમીનાબાનુનો ભત્રીજો મોઇનશા ભગાડી ગયો હતો.
જે બાબતે ઇમ્તિયાઝભાઇના ભત્રીજા યુસુફ ઉર્ફે મુન્ના સહિત અન્ય શખ્સોએ અમીનાને માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાતાં યુસુફ સહિત ત્રણની ધરપકડ કરાઇ હતી. જેલમાંથી છુટ્યા બાદ ગુરુવારે રાત્રે યુસુફ ઉર્ફે મુન્નો મહંમદભાઇ લાલ દરવાજા પાસે ગેબનશાહ પીરની દરગાહ પાસે બેઠો હતો, તે સમયે ઇમ્તિયાઝભાઇ પણ નમાજ પઢવા તેમજ દરગાહમાં રિપેરિંગનું કામકાજ ચાલતું હોઇ જોવા આવ્યા હતા.
ઇકો લઇને આવેલા આફતાબ ઇમામશા ફકીર, માજીદખાન ઉમરખાન પઠાણ, રહેમાનશા ઉમરશા ફકીર, વસીમ ઉર્ફે પીન્ટો નાસિરખાન બલોચે પાઇપ અને ટોમી જેવા હથિયારોથી માર મારી બાજુમાં આવેલા તળાવમાં નાંખી ફરાર થઇ ગયા હતા. લોકોએ યુસુફને તળાવમાંથી બહાર કાઢી વિસનગર સિવિલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે મહેસાણા સિવિલમાં રીફર કર્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.