વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને ઇન્સ્ટીટ્યુટ ઓફ જેનેટિક એન્ડ પ્લાન્ટ એક્સપેરિમેન્ટલ બાયોલોજી એકેડમી (ઉઝ્બેકિસ્તાન) વચ્ચે MoU સાઈન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉઝ્બેકિસ્તાનની એકેડેમીના એસોસિએટ પ્રોફેસર ડૉ.દિલફૂજા જબ્બોરોવા ઉપસ્થિત રહ્યા હતા. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને ઇન્સ્ટીટ્યુટ ઓફ જેનેટિક એન્ડ પ્લાન્ટ એક્સપેરિમેન્ટલ બાયોલોજી એકેડમી વચ્ચે ફેકલ્ટી એક્સચેન્જ પ્રોગ્રામ, રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ પ્રોગ્રામ, કોલોબ્રેટિવ પ્રોજેક્ટ, સ્ટુડન્ટ મોબિલિટી પ્રોગ્રામ જેવા વિવિધ ઇન્ટર યુનિવર્સિટી કોલોબ્રેટિવ પ્રોગ્રામ અંતર્ગત વિવિધ ચર્ચા કરવામાં આવી હતી.
રિસર્ચ ફેસિલિટી વગેરે વિશે ચર્ચા કરાઈ
તેમજ બંને યુનિવર્સિટી વચ્ચે MoU વિદ્યાર્થીઓ માટે વધુ ઉપયોગી થાય તે માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના મેડિકલ, ડેન્ટલ, ફાર્મસી, આયુર્વેદિક, હોમિયોપેથી અને બાયો-ટેક્નોલૉજી વિભાગના ડિન ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટની ઉપયોગિતા, રિસર્ચ ફેસિલિટી વગેરે વિશે ચર્ચા કરી ઉઝ્બેકિસ્તાનની એકેડમી સાથે જોઇન્ટ રિસર્ચ કોલોબ્રેશન માટે MoU પર હસ્તાક્ષર કર્યા હતા.
વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
યુનિવર્સિટીના પ્રેસિડન્ટ પ્રકાશ પટેલ અને પ્રો. ડૉ.ડી.જે. શાહ દ્વારા ભવિષ્યમાં જેનેટિક રિસર્ચ દ્વારા આયુર્વેદિક, હોમિયોપથિક અને ફાર્માસ્યુટિકલ ડેવલપમેન્ટ થકી અસાધ્ય રોગ માટે પણ દવા અને ઉપચાર ની સુવિધા ઉપલબ્ધ થશે તેમ જણાવાયું હતુ. આયોજિત કાર્યક્રમની સફળતા માટે IQAC હેડ ડૉ. સચ્ચિદાનંદ સિંઘ, ડૉ. આર. એમ. પટેલ, નૂતન સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. ચિરાગ પટેલ, ફેકલ્ટી ઓફ સાયન્સ એન્ડ હ્યુમાનીટીસના ડીન ડૉ.હિતેશ મેહતા, એક્સટર્નલ અફેર ડિપાર્ટમેન્ટના ડીન ડૉ.અનિલ મનગુટ્ટી, રજીસ્ટ્રાર ડૉ.કે.એ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.