બેફામ ટ્રકે બાઈકને અડફેટે લીધી:કાંસાના પ્રથમ બસ સ્ટેશન પર મોટર સાઇકલને ટ્રકે ટક્કર મારી; બેસણામાં જવા નીકળેલા બે યુવકો ઈજાગ્રસ્ત

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના કાંસા ગામે આવેલા પ્રથમ બસ સ્ટેશન પર વિસનગરથી કાંસા ગામે મોટર સાઇકલમાં બેસણામાં જવા નીકળેલાં 2 યુવકોને ટ્રકે ટક્કર મારી હતી. બંન્ને યુવકોને ઇજાઓ પહોંચતા ટ્રક ચાલક સામે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

યુવકોને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા
કાંસા એન.એ. વિસ્તારની મધુરમ ડુપ્લેક્ષમાં રહેતા મનીષકુમાર રમણભાઈ પ્રજાપતિ તેમના મોટા ભાઈ રાજીવ સાથે મોટર સાઈકલ નંબર જી.જે.02.બી.એમ.7307 લઈ કાંસા ગામે બેસણામાં જવા નીકળ્યા હતા. જ્યાં કાંસા ગામે પ્રથમ બસ સ્ટેશન પર જતી ટ્રકે (GJ.02.XX.5071) પુરઝડપે આવી મોટર સાઇકલને આગળથી ટક્કર મારતા બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી. જેમાં બાઇક ટ્રકના આગળના ભાગે નીચે આવી જતાં બીજા લોકો ભેગા થઈ જતાં યુવકોને કાઢ્યા હતા. આમ ટ્રક ટક્કર મારતાં યુવાનોને ઇજાઓ પહોંચતાં 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ ટ્રક ચાલકે પુરઝડપે આવી મોટર સાઇકલ ચાલકને ટક્કર મારતાં ઇજાઓ પહોંચતા મોટર સાઇકલ ચાલકે વિસનગર શહેર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...