વિદ્યાર્થીઓનો અંગ્રેજી સાથે પરિચય કેળવવાનો પ્રયાસ:અંગ્રેજી ભાષા અને સાહિત્યનો પરિચય કરાવવા વિસનગરની એમ.એન.કોલેજે બ્રિજ કોર્સનું આયોજન કર્યું, 140 વિદ્યાર્થીઓ જોડાયા

વિસનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંગ્રેજી સાથે પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે 12 કલાકના Bridge Courseનું આયોજન

એમ.એન. કોલેજ, વિસનગરના અંગ્રેજી વિભાગ દ્વારા બી.એ. પ્રથમ સેમસ્ટરમાં મુખ્ય વિષય અંગ્રેજી સાથે પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે 12 કલાકના Bridge Course નું આયોજન કરવામાં આવ્યું હતું. Bridge Course નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા અને સાહિત્યનો પરિચય કરાવવાનો હતો. જેમાં વિદ્યાર્થીઓ કોલેજમાં અંગ્રેજી વિષય પસંદ કરે છે પરંતુ તેઓ અંગ્રેજી ભાષા અને સાહિત્ય થી અજાણ હોય છે તો આવા પ્રથમ વર્ષમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષા અને અંગ્રેજી સાહિત્યથી પરિચિત થાય તે માટે અંગ્રેજી વિભાગ દ્વારા આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય વિષય અંગ્રેજીના 140 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા.

MCQ ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું
Bridge Courseનું માળખું વિભાગના અધ્યક્ષ ડો. રાજેન્દ્ર સુથાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. અંગ્રેજી વિભાગના અધ્યાપકોએ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરુરી એવા અંગ્રેજી ભાષા અને સાહિત્યના વિવિધ વિષયો પર વ્યાખાન આપ્યું હતું. જેમાં અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડો. રાજેન્દ્ર સુથારે અંગ્રેજી સાહિત્યનો ઇતિહાસ, ડો. અંકિતા દેસાઈએ સાહિત્યના વિવિધ સ્વરૂપો, પ્રો. રાકેશ મિશ્રાએ ભારતીય સાહિત્ય તેમજ પ્રો. અબન્તી બનેર્જીએ અંગ્રેજી ભાષાના ઈતિહાસ વિશે વિદ્યાર્થીઓને પ્રેજેંટેશન દ્વારા રસપ્રદ શૈલીમાં વિગતવાર માહિતી આપી હતી. Bridge Course ના અંતે વિદ્યાર્થીઓની બુદ્ધિક્ષમતા અને શીખવાની તત્પરતાની ચકાસણી માટે MCQ ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પટેલ હેલી મૌલિક કુમારે સૌથી વધુ ગુણ મેળવ્યા હતા. કોલેજના આચાર્ય ડૉ. રાજેશ મોઢ સાહેબના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ કોર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...