જિલ્લા કક્ષાનો પ્લેસમેન્ટ ફેર યોજાયો:એમ.એન. કોલેજ ખાતે ઝોન-2, નોડ-5 અંતર્ગત પ્લેસમેન્ટ ફેર યોજાયો; 944 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેવાયા

વિસનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં પ્લેસમેન્ટ ફેર-2023 યોજાઈ રહ્યા છે. જે ઉપક્રમે વિસનગરની હેરિટેજ એમ.એન. કોલેજ ખાતે મહેસાણા જિલ્લાના પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની 20 કોલેજોના કુલ 626 વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રના કુલ 12 ઔદ્યોગિક એકમો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્લેસમેન્ટ ફેરમાં તમામ ઔદ્યોગિક એકમો દ્વારા કુલ 944 વિદ્યાર્થીઓનાં ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જે પૈકી કુલ 295 વિદ્યાર્થીઓને ઔદ્યોગિક એકમો દ્વારા પસંદ કરીને વાર્ષિક રૂ. 1,44,000થી રૂ. 3,60,000 સુધીના પેકેજ માટે ઓફર લેટર આપવામાં આવ્યાં હતાં.

પ્લેસમેન્ટ ફેરનું સમગ્ર આયોજન નોડલ ઓફિસર આચાર્ય ડૉ. આર.ડી. મોઢના માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ કોઓર્ડીનેટર પ્રો. વાય.એમ. પટેલ અને તેમની ઉદિશા કમિટીના તમામ સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર કોલેજ સ્ટાફ તેમજ એસ.આર.જી., એન.એસ.એસ., રસાયણશાસ્ત્ર, ગુજરાતી અને ઈતિહાસના સ્વયંસેવક વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

નોડલ ઓફિસર આચાર્ય ડૉ. આર. ડી. મોઢ સાહેબ તેમજ પ્લેસમેન્ટ કોઓર્ડીનેટર પ્રો. વાય.એમ. પટેલે સમગ્ર સ્ટાફ તેમજ પસંદગી પામેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...