સગીરા ગુમ થતાં અપહરણની ફરિયાદ:વિસનગરમાં ઘરેથી કોલેજ જાઉં છું કહી 17 વર્ષીય સગીરા ગુમ; પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી

વિસનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર શહેરમાંથી સગીરા ગુમ થવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરમાં રહેતી 17 વર્ષીય સગીરા ઘરેથી કોલેજ જવાનું કહી પરત આવી ન હતી. જેથી પરિવારજનોએ શોધખોળ કરી હતી. તેમ છતાં સગીરા મળી ન આવતાં પિતાએ આ બનાવ અંગે અજાણ્યા ઇસમ વિરૂદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
​​​​​​​વિસનગર શહેરના એક વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા ગત 12 નવેમ્બરના રોજ ઘરેથી સવારે આઠ કલાકે કોલેજ જવાનું કહી નીકળી હતી. જેમાં સગીરા મોડી સાંજ સુધી પણ ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જેમાં પરિવારજનો દ્વારા સગા-સંબધીઓને ત્યાં પણ ભારે શોધખોળ બાદ ન મળી આવતા સગીરાના પિતાએ વિસનગર શહેર પોલીસ મથકમાં અજાણ્યા ઇસમ સામે અપહરણની ફરિયાદ આપી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...