ગેરવર્તન:વિસનગરના મહિલા એએસઆઈ સાથે રાત્રિ ડ્યૂટી અંગેે પીએસઓનું ગેરવર્તન

વિસનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહન ચેકિંગમાં સાથે બે કોન્સ્ટેબલ મોકલવા કહેતાં બોલાચાલી
  • મહિલા એએસઆઈએ વિસનગર ડીવાયએસપીને રજૂઆત કરી

વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા અેઅેસઅાઇને ગત 30 સપ્ટેમ્બરની રાત્રિ નોકરી મુદ્દે પીઅેસઅો સાથે બોલાચાલી થતાં મહિલા અેઅેસઅાઇઅે અા અંગે વિસનગરના ડીવાયઅેસપીને રજૂઅાત કરી કરી છે. જેમાં ડીવાયઅેપીઅે સમગ્ર મામલાની તપાસ કરવાની ખાતરી અાપી હોવાનું જાણવા મળ્યું છે.

વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા અેઅેસઅાઇને રાત્રે પીઅેસઅો દ્વારા ગત 30 સપ્ટેમ્બરના રોજ વાહન ચેકિંગ કરવા માટે જવાનું કહ્યું હતું. જેથી મહિલા અેઅેસઅાઇઅે તેઅો અેકલા હોવાથી અેકલા કેવી રીતે વાહન ચેકિંગ કરવું જેથી બે કોન્સ્ટેબલને સાથે મોકલો તેમ કહેતાં હાજર પીઅેસઅો દ્વારા મહિલા અેઅેસઅાઇ સાથે બોલાચાલી થવા પામી હતી.

જે ઘટનાના બીજા જ દિવસે મહિલા અેઅેસઅાઇ દ્વારા વિસનગરના ડીવાયઅેસપી અે.બી.વાળંદને રજૂઅાત કરી હતી. જેમાં ડીવાયઅેસપીઅે સમગ્ર મામલાની તપાસ કરવાની ખાતરી અાપી હોવાનું જાણવા મળ્યું છે. જ્યાં મહિલા અેઅેસઅાઇ સાથે પીઅેસઅો દ્વારા થયેલ બોલાચાલીનો મુદ્દો શહેર પોલીસ સ્ટેશનમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...