વિસનગર તાલુકાના કાંસા રામપુરા રોડ પર કેનાલમાં એક યુવક તણાયો હોવાના સમાચાર વોયુ વેગે પ્રસરતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. કેનાલના કાસમાં મૃતદેહ ફસાઈ જતા બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. મૃતદેહને કેનાલના કાસમાંથી બહાર કાઢવા માટે ફાયર ટીમ તેમજ સ્થાનિકો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. કેનાલમાં યુવકના મૃતદેહની જાણ થતાં મામલતદાર, ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. યુવક વડનગર રોડ પર આવેલી અંબિકા નામની કંપનીમાં કામ કરતો હતો. છેલ્લા કેટલાક દિવસથી એની માનસિક સ્થિતિ સારી ન હોવાનું પરિવાર જનોએ જણાવ્યું હતું.
મૃતદેહ રામપુરા કાંસા કેનાલમાં તણાઈ આવ્યો
યુવકના કાકાના જણાવ્યા અનુસાર, તે યુવક વિસનગરની અંબિકા કંપનીમાં કામ કરતો હતો. જેનું નામ વિક્રમ મીના હતું. જે યુવકની છેલ્લા કેટલાક દિવસથી માનસિક સ્થિતિ સારી ન હતી અને રવિવાર સાંજથી ગુમ થયેલો હતો. જેમાં રાત્રે એની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ મળી આવ્યો ન હતો. ત્યારે સવારે જાણ થઈ હતી કે એક મૃતદેહ રામપુરા કાંસા કેનાલમાં તણાઈ આવ્યો છે. તે આધારે તપાસ કરી હતી.
યુવકના મૃતદેહને બહાર કાઢવા 3 કલાકથી વધુ સમય લાગ્યો
3 કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ કેનાલની કાસમાં ફસાયેલો હોવાથી પહેલા ટ્રેક્ટર દ્વારા પાણી બહાર કઢાયું, ત્યારબાદ મૃતદેહને કઢાયો હતો. હાલ તો મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડાયો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.