તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગરમાં શોલે ફિલ્મ:માનસિક દિવ્યાંગ વીજ પોલ પર ચઢી ગયો, વીજ પુરવઠો બંધ કરી પાલિકાની ક્રેનથી આધેડને નીચે ઉતાર્યો, પોલીસ દોડી આવી

વિસનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિસનગર શહેરના શહેરના સવાલા દરવાજાથી સ્ટેશન રોડ ઉપર અાવેલ વસુંધરા સોસાયટીના નાકે આવેલ વીજ કંપનીના થાંભલા ઉપર શનિવારના રોજ એક 50 વર્ષીય અાધેડ ચડી ગયો હતો અને આધેડ જીવતા વાયરો સુધી પહોંચી જઇ અડકવાનો પ્રયાસ કરતાં આજુબાજુમાંથી પસાર થતા લોકો એકઠા થઇ ગયા હતા અને વીજકંપનીને જાણ કરતાં વીજકંપનીના કર્મચારીઓએ દોડી આવી વીજ પુરવઠો બંધ કરી તેને નીચે ઉતરવાનું કહ્યું હતું તેમ છતાં અાધેડ ઉતરવાની ના પાડી વાયરો સાથે ટીંગાટોળી કરતાં આખરે પોલીસને બોલાવવામાં આવી હતી.

જ્યાં પોલીસે પાલિકાના કર્મચારીઓની મદદથી આધેડને ક્રેનની મદદ લઇ નીચે ઉતારતાં હાજર લોકોમાં રાહત જોવા મળી હતી.જ્યાં વીજપોલ ઉપર ચડી જનારનું નામ તાલુકાના કુવાસણા ગામના હસમુખભાઇ દલાભાઇ ચમાર અને તે અસ્થિર મગજના હોવાનું પોલીસની તપાસમાં બહાર અાવતાં પોલીસે તેને કુવાસણા લઇ જઇ પરિવારને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો