તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ છુપાવાનો નવો કીમિયો:મહેસાણા LCBએ કચરાના ઢગલામાંથી 71 હજારના વિદેશી દારૂ સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અન્ય એક બુટલેગર ફરાર થઇ જતાં તેને પકડવ ચક્રોગતિમાન કર્યાં

મહેસાણા LCBએ બાતમીના આધારે વિસનગર પાસેથી ડપિંગ સાઈડના કચરાના ઢગલામાંથી રેડ કરી રૂ 71 હજાર 940ના વિદેશી દારૂ સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક બુટલેગર ફરાર થઇ જતાં તેને પકડવ ચક્રોગતિમાન કર્યાં છે.

વિસનગરના બે બુટલેગરો ઠાકોર વિક્રમ બદજી અને ઠાકોર લાલ ભુવણ પાનજી બંને ભેગા મળીને વિસનગર શૂસી રોડ પર આવેલા હુહુના ચરડાંમાં ડમપિંગ સાઈડ પર આવેલા કચરાના ઢગલાની અંદર વિદેશી દારૂ વેંચતા હોવાની બાતમી મહેસાણા એલસીબીને મળી હતી. જેથી મહેસાણા એલસીબીએ બાતમી વાળી જગ્યા પર જઈને રેડ કરી હતી.

રેડ દરમિયાન પોલીસે દારૂની અને બિયરની કુલ 420 બોટલો ઝડપી હતી. તેમજ કુલ રૂપિયા 71 હજાર 940નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેડ દરમિયાન પોલીસે વિસનગરના લાલા જીવણ ઠાકોરને ઝડપી પાડ્યો હતો. જોકે, અન્ય એક આરોપી રેડ દરમિયાન હાજર મળી આવ્યો નહોતો. એલસીબીએ વિસનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો