રક્તદાન કરવા લાઈન લાગી:વિસનગરમાં મેગા રક્તદાન કેમ્પ યોજાયો, 281 બોટલ રક્ત એકત્રિત થયું, રક્તદાતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા

વિસનગર22 દિવસ પહેલા
  • બપોર સુધી રક્તદાન કેમ્પમાં 281 બોટલ રક્ત એકત્રિત થયું
  • બ્લડ ડોનેટ કરવા માટે વિસનગરવાસીઓ સવારથી જ લાઈનમાં લાગ્યા

વિસનગરમાં આજે બુધવારે ગોવિંદ ચકલા પટેલ વાડી ખાતે વિસનગરના ભામાશા કહેવાતા રાજુભાઈ પટેલનાં માતા સ્વ. મંગુબેન કાનજીભાઈ પટેલની છઠ્ઠી પુણ્યતિથિ પર મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોપર સિટી મરચન્ટ એસોસિએશન, કોપર સિટી ક્રેડિટ કો. ઓ. સોસાયટી, લાયન્સ ક્લબ ઓફ વિસનગર કોપર સિટી અને વિસનગર વોલેન્ટરી બ્લડ બેંક દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 281 બોટલ રક્ત એકત્રિત થયું હતું. તમામ રક્તદાતાઓને ઇનામમાં ટ્રોલી બેગ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

રક્તદાન કરવા લાઇન લાગી
વિસનગરમાં ગોવિંદ ચકલા પટેલ વાડીમાં રક્તદાન કેમ્પમાં લાઇન લાગી હતી. સવારથી જ બ્લડ ડોનેટ કરવા માટે વિસનગરવાસીઓ સવારથી જ લાઈનમાં લાગ્યા હતા. જેથી બપોર સુધી રક્તદાન કેમ્પમાં 281 બોટલ રક્ત એકત્રિત થયું હતું.

છઠ્ઠી પુણ્યતિથિ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પનો વિચાર આવ્યો - રાજુભાઈ
આ અંગે રાજુભાઈ પટેલ (આર.કે) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારા માતૃશ્રીની છઠ્ઠી પુણ્યતિથિ છે. આપણે આપણા માતા પિતાનું ઋણ ચૂકવી શકીએ નહિ. જેમને આપણને જન્મ આપ્યો હોય એનું ઋણ ચૂકવવા માટે આપણું જીવન ઓછું પડે.જે આજે છઠ્ઠી પુણ્યતિથિ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પનો વિચાર આવ્યો અમારું કોપર સિટી ગ્રુપ સમગ્ર ટીમ દ્વારા સાથે કોઈ પણ ગરીબ વ્યક્તિને ગમે ત્યારે બ્લડ મળી રહે અને એક ઉતમ સેવા થાય તે વિચારથી બધા મિત્રો ભેગા થઈ આ કેમ્પ નું સરસ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...