કાર્યવાહી:ઉદલપુરથી ચાઈનિઝ દોરી સાથે શખ્સ ઝડપાયો

વિસનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે રહેણાંક મકાનમાં રેડ પાડી
  • કિં.રૂ.10,800ના 27 બોક્સ કબજે લેવાયા

વિસનગર તાલુકાના ઉદલપુર ગામમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાતી હોવાની બાતમીને અાધારે તાલુકા પોલીસે બાતમીને અાધારે રેડ કરતાં રહેણાંક મકાનમાંથી 27 બોક્ષ ચાઇનીઝ દોરીના રીલ સાથે શખ્સ ઝડપાઇ અાવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 10800ના ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ કબજે લઇ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિસનગર તાલુકા પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્તરાયણ પર્વે પશુ પંખીઅોને નુકસાન કરતી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સો સામે કાર્યવાહી કરવાની શરૂઅાત કરવામાં અાવી છે જેમાં બે દિવસ અગાઉ તાલુકાના ગોઠવા ગામમાં ચાઇનીઝ દોરીના 40 રીલ સાથે અેક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે બુધવારના રોજ તાલુકાના ઉદલપુર ગામમાં પણ ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી.

જેના અાધારે પોલીસે બાતમીને અાધારે રેડ કરતાં ગામમાં રહેતા રમેશભાઇ હીરાભાઇ રાવળના રહેણાંક મકાનમાંથી 27 બોક્ષ ચાઇનીઝ દોરીના રીલ મળી અાવ્યા હતા. પોલીસે રૂ.10,800ના ચાઈનિઝ દોરીનાં રીલ કબજે લઇ ઝડપાયેલ રમેશભાઇ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિસનગર તાલુકા પોલીસે ઝડપાયેલા આ શખ્સ ચાઈનિઝ દોરી ક્યાંથી લાવ્યો અને ક્યાં વેચવાનો હતો તે અંગેની ઝડપાયેલા શખ્સની પુછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...