લોક દરબાર યોજાયો:વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજાયો; શહેરના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ

વિસનગર24 દિવસ પહેલા

વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં Dysp દિનેશસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં શહેરમાં વિવિધ પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં શહેરમાં શાંતિ જળવાય અને કોઈ પ્રશ્ન સર્જાય નહિ તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં શહેરના ટ્રાફિકના પ્રશ્નો, ચાઇનીઝ દોરી, વ્યાજખોરોનો આતંક, રખડતાં ઢોર તેમજ શહેરના મુખ્ય વિસ્તારમાં થતા આડેધડ ટ્રાફિક જેવા પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં શહેરના નાગરિકો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

શહેર પોલીસ સ્ટેશનમાં યોજાયેલા લોક દરબારમાં Dysp દિનેશસિંહ ચૌહાણ અને શહેર પી.આઇ એસ. નિનામાને શહેરના વેપારીઓ તેમજ આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં આ રજૂઆતોનુ શાંતિ પૂર્વક નિરાકરણ થાય તે માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. લોક દરબારમાં નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનીષ પટેલ સહિત શહેરના આગેવાનો, વેપારીઓ હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...