વિસનગરમાં કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર:ગામડાઓમાંથી કિરીટ પટેલને મળી રહ્યો છે સારો પ્રતિસાદ; કિરીટ પટેલે ચૂંટણીમાં જંગી બહૂમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

વિસનગર16 દિવસ પહેલા

વિસનગરમાં ચૂંટણીએ હવે ખરાખરીનો રંગ પકડ્યો છે. જેમાં ત્રણેય પાર્ટીઓના ઉમેદવારોએ પોતાનો પ્રચાર શરૂ કરી દિધા છે અને મતદારોનો રીઝવવા માટે નીકળી ગયા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ પણ ગામડાઓના પ્રવાસે પ્રચાર કરવા નીકળ્યા છે અને રામપુરા ગામેથી પ્રચારની શરૂઆત કરી હતી.

ગામડાઓમાંથી કિરીટ પટેલને ગામ લોકોનું સમર્થન મળી રહ્યું છે
કિરીટ પટેલ સભા સાથે બેઠક કરી ગામડાઓમાં લોકોની સમસ્યા સાંભળી રહ્યા છે. જેમાં ગામડાઓમાં કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં તેમણે રામપુરા, ઇયાસરા, ખંડોસણ, તરભ અને ગણેશપુરા ગામમાં સભા કરી હતી. જેમાં તાલુકાના આ ગામડાઓમાંથી કિરીટ પટેલને ગામ લોકોનું સમર્થન મળી રહ્યું છે. જેમાં મતદારોને રીઝવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

વિધાનસભા સીટ જીતવા મંત્રી V/S પૂર્વ મંત્રીનું એડીચોટીનું જોર
વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર સીટ પર જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવશે. જેમાં બંને ઉમેદવારોએ પોતાના પ્રચારની શરૂઆત કરી છે. ગામડાઓમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં ભાજપના ઉમેદવાર વર્તમાન મંત્રી ઋષિકેશ પટેલ સામે કોંગ્રેસે તેમના ઉમેદવાર પૂર્વ મંત્રી કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે જેમાં ખરાખરીનો જંગ જામશે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. તો, વિસનગરની બેઠક પર ખરાખરીનો જંગ જામશે.

અન્ય સમાચારો પણ છે...