કોંગ્રેસ ઉમેદવારના ઋષિકેશ પટેલ પર પ્રહાર:વિસનગર કોંગ્રેસ ઉમેદવાર તરીકે કિરીટ પટેલ જાહેર, કહ્યું-દર વખતે મારી ટિકિટ કપાવવા મંત્રી મોટો રોલ ભજવતા હતા, આ વખતે એમને ખબર પડશે

વિસનગર2 મહિનો પહેલા

વિસનગર વિધાનસભા સીટ પર કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પૂર્વ મંત્રી કિરીટ પટેલના નામ પર મહોર મારી છે. જેને લઇ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. વિસનગર વિધાનસભા સીટ પર ત્રણેય પાર્ટીઓએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે ત્રીપાંખીઓ જંગ જોવા મળશે. જેમાં કિરીટ પટેલને ટિકિટ આપતા કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજી કરી અને ભાજપ વિરોધી નારા પણ લગાવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા અને કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલને પડકાર આપતા કહ્યું કે આ વખતે એમને ખબર પડશે.

વિસનગર બેઠક પર ત્રીપાંખીઓ જંગ ખેલાશે
વિસનગર વિધાનસભા સીટ પર હવે ખરાખરીનો ચૂંટણીનો જંગ જામશે. જેમાં વિસનગરમાં સૌ પ્રથમ ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર ઋષિકેશ પટેલને, આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે જયંતિલાલ પટેલ અને કોંગ્રેસએ કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ખરાખરીનો જંગ વિસનગર બેઠક પર જોવા મળી શકે છે. જેમાં આ સીટ પર ત્રણેય પાટીદાર ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે તો હવે એ જોવાનું રહ્યું કે કોણ બાજી મારી જશે???

મારી ટિકિટ કપાવવા મંત્રીનો મોટો રોલ: કિરીટ પટેલ
આ અંગે દિવ્ય ભાસ્કર દ્વારા કોંગ્રેસના ઉમેદવાર કિરીટ ભાઈ પટેલને પૂછતા તેમને જણાવ્યું હતું કે, લોકશાહી પર્વમાં ટિકિટ માંગવાનો બધાનો અધિકાર છે. કોંગ્રેસ પાર્ટી મારા પર વિશ્વાસ અને ભરોસો મૂકી જે મને ટિકિટ આપી છે તે માટે કોંગ્રેસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મને સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે કે આ વખતે મિનિસ્ટર ઋષિકેશ પટેલને હાર આપવા વિસનગરના મતદારો ખૂબ ચોક્કસ બહુ જંગી મતોથી જીતાડશે. જેમાં બહુ જંગી સીટો સાથે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને છે. મને એ હતું કે દર વખતે મારી ટિકિટ કપાવવા મંત્રી મોટો રોલ ભજવતા હતા અને એમ કે ટિકિટ તો કોંગ્રેસમાં મારે આપવાની છે. આ વખતે એમને ખબર પડશે. જેમાં આ સીટ પર સો ટકા જીત થવાની છે અને આ સીટ જીતી કોંગ્રેસના ચરણોમાં મુકીશું.

કોંગ્રેસના કાર્યકર્તાઓએ આતશબાજી કરી ભાજપ વિરૂદ્ધ નારા લગાવ્યા
કોંગ્રેસના પૂર્વ મંત્રી કિરીટ પટેલ ને ટિકિટ મળતા કાર્યકરો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં ફટાકડા ફોડીને આતશબાજી કરવામાં આવી હતી તેમજ ભાજપ વિરૂદ્ધ નારા લગાવ્યા હતા. જેમાં આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી જેવા નારા લાગવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...