સતાનો મહાસંગ્રામ:વિસનગર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ; કાર્યકરો સાથે ભવ્ય રેલી યોજી ફોર્મ ભર્યું

વિસનગર3 મહિનો પહેલા

વિસનગર વિધાનસભા ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસના કિરીટ પટેલે પ્રાંત કચેરી ખાતે ફોર્મ ભર્યું હતું. જેમાં કિરીટ પટેલે કાર્યકરો સાથે ભવ્ય રેલી યોજી ફોર્મ ભર્યું હતું. શહેર પ્રમુખ સહીત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી નારા લગાવ્યા
કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવાના આગળના દિવસે જ પૂર્વ કિરીટ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. કાંસા ચોકડી સરદાર પાર્ટી પ્લોટ થી મામલતદાર કચેરી સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે રેલી કરી કોંગ્રેસમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેમાં કિરીટ પટેલ દ્વારા કાંસા ચોકડી ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી નારા લગાવ્યા હતા. જેમાં શહેર પ્રમુખ હિરેન પટેલ, તાલુકા પ્રમુખ વિજયસિંહ ઠાકોર, પૂર્વ શહેર પ્રમુખ મનુજી ઠાકોર, નગરપાલીકા વિરોધ પક્ષના નેતા શામળ દેસાઈ, તાલુકા ઉપપ્રમુખ અનિલ ઠાકોર, શૈલેષ રબારી, હેમુ રબારી, ગોવિંદ તલાટી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...