વિજાપુરના માણેકપુરા(ડાભલા) ગામની સીમમાં કેનાલ નજીક રોડ ઉપર પસાર થઇ રહેલ ઊંટલારીનો ઊંટ ભડકતાં લારી કેનાલમાં ખાબકતા બેઠેલ મહિલા લારી નીચે આવી જતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેમની દીકરીને પણ ગંભીર ઇજાઅો પહોંચતાં સારવાર અર્થે ખસેડાઇ છે.
માણેકપુરા(ડાભલા) રહેતા પ્રજાપતિ રમેશભાઇ ઇશ્વરભાઇ ઊંટલારીની મદદથી મજૂરી કરે છે. રવિવારે રમેશભાઇ, તેમના પત્ની ગંગાબેન, દીકરી મમતા અને દીકરો જયેશ માણેકપુરા-રામપુરાની સીમમાં ખેતરમાં ઊંટલારી લઇ ઘાસચારો લઇ પરત આવતાં ગામની સીમમાં કેનાલની બાજુના રોડ પર ઊંટલારી લઇ જતા હતા.
ઊંટ ભડકતાં લારી ઉંધી જઇ કેનાલમાં પડતા બેઠેલ ગંગાબેન નીચે આવી જતાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તેમની દીકરી મમતાને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ગોઝારીયા ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.