તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાંસા એનએની ઘટના:વિસનગરમાં કમરની બીમારીથી ત્રસ્ત વૃદ્ધ શરીરે કેરોસીન છાંટી સળગતાં મોત

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છેલ્લા ઘણા સમયથી વૃદ્ધ પીડાતા હતા
  • પોલીસે અકસ્માત મોત અન્વયે નોંધ કરી તપાસ હાથ ધરી

વિસનગરના કાંસા એનએ વિસ્તારની વિવેકનગર સોસાયટીમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધે કમરની બીમારીથી કંટાળી શરીરે કેરોસીન છાંટી સળગી જતાં મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. કાંસા એનએ વિસ્તારમાં આવેલી વિવેકનગર સોસાયટીમાં રહેતા સોલંકી પ્રહલાદભાઇ રામજીભાઇને છેલ્લા 25 વર્ષથી કમરમાં દુ:ખાવો થતો હોઇ દવા લેતા હતા. ગુરૂવારના રોજ રાત્રે પરિવાર જમીને બહાર બેઠો હતો.

તે દરમિયાન પ્રહલાદભાઇએ કમરના દુ:ખાવાથી કંટાળી જઇ પોતાનું જીવન ટૂંકાવી દેવા શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. બાદમાં વેદના સહન નહીં થતાં બુમાબુમ કરી મૂકી દરવાજો ખોલી બહાર દોડી આવ્યા હતા. આથી પરિવારજનોએ ઘરમાંથી ગોદડા નાંખી આગ બુઝાવી તાત્કાલિક સારવાર અર્થે 108માં વિસનગરની નૂતન હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

જ્યાં તબીબે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. આ અંગે મૃતકના દીકરા જીજ્ઞેશભાઇ પ્રહલાદભાઇ સોલંકીએ પોલીસને જાણ કરતાં પોલીસે તેમના નિવેદનને આધારે અકસ્માત મોતની નોંધ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...