ફરિયાદ:કંસારાકુઇની યુવતીને બે દીકરી અવતરતાં સાસરિયાં દ્વારા ત્રાસ

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીની પતિ સહિત બે સાસરિયાં સામે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ

વિસનગર તાલુકાના કંસારાકુઇ ગામની યુવતીને મહેસાણા તાલુકાના જોરણંગ ગામના સાસરિયાંએ દીકરીઓ અવતરતાં શારિરીક-માનસિક ત્રાસ આપી મ્હેણાં-ટોણાં મારતાં યુવતીએ પતિ સહિત બે સાસરિયાં સામે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. કંસારાકુઇ ગામની દિપીકાબેન ધનજીભાઇ લેઉઆનાં લગ્ન વર્ષ 2014 સમૂહલગ્નમાં મહેસાણા તાલુકાના જોરણંગ ગામના પરમાર નિતીનભાઇ જસવંતભાઇ પરમાર સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન દિપીકાબેને બે દીકરીને જન્મ આપેલો છે.

દીકરીનો જન્મ થયા બાદ પતિઅે મારઝુડ કરી પિયર મોકલી દીધી હતી. પરંતુ દિપીકાબેને ઘરસંસાર ન બગડે તે માટે માતા-પિતાઅે સમજાવતાં પરત સાસરીમાં અાવ્યા હતા. જ્યાં બીજી દીકરીનો જન્મ થતાં તેમને ત્રાસ અપાતાં તેણીઅે ઘરે અાવી પોતાના પરિવારને જાણ કરતાં સમાજના અાગેવાનો સાથે સમાધાન કરી પરત રહેવા ગયા હતા. જ્યાં ગત 20 જુલાઇના રોજ તેણી સાથે મારઝુડ કરતાં તેણીની માતા અને ભાઇ પિયર લઇ ગયા હતા. જે બનાવ અંગે દિપીકાબેને વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ અાપતાં પરમાર નિતીનભાઇ જસવંતભાઇ અને પરમાર હીરાબેન જસવંતભાઇ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...