ક્રાઇમ:વિસનગર શહેર અને રામપુરા સીમમાંથી જુગારધામ ઝડપાયું

વિસનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‌ 29,840ની મત્તા સાથે 6 જુગારીની ધરપકડ

વિસનગર શહેર પોલીસે દરબાર રોડ ઉપર, જ્યારે તાલુકા પોલીસે રામપુરા (કાંસા) ગામની સીમમાં બાતમી અાધારે અલગ અલગ રેડ કરી 6 શખ્સોને જુગાર રમતાં ઝડપી લીધા હતા. પોલીસે બંને રેડમાં કુલ રૂ.29,840નો મુદ્દામાલ કબજે લીધો છે.

વિસનગર શહેર પોલીસને દરબાર રોડ ઉપર દેના બેન્ક નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમીને અાધારે રેડ કરતાં પટેલ રવિ ફકીરભાઇ, મનસુરી ઇલીયાસ નુરમહંમદ અને પટેલ રાજેશકુમાર અંબાલાલ જુગાર રમતા ઝડપાઇ અાવ્યા હતા.

પોલીસે 11,380 રોકડ અને બે મોબાઇલ મળી 16880નો મુદ્દામાલ કબજે લઇ ગુનો દાખલ કર્યો છે. રામપુરા(કાંસા) ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીને અાધારે ઇન્ચાર્જ પી.અાઇ. કે.બી.લાલકા, બીટ જમાદાર ડી.ડી.મકવાણા અને જીજ્ઞેશભાઇ ચાૈધરી સહિતના રેડ કરતાં પટેલ સુરજ ગણપતભાઇ, પટેલ હર્ષદકુમાર જસવંતભાઇ, પટેલ હિંમતકુમાર પરષોત્તમભાઇ જુગાર રમતા ઝડપાઇ અાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...