તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિસનગરના ચોક્સી બજારમાં આવેલી જ્વેલર્સની દુકાનનું તાળું તોડી તસ્કરો રૂ. 90 હજારની કિંમતના ચાંદીના 11 દાગીના તેમજ ધર્માદાની રોકડ ચોરી ગયા હતા. જે અંગે વિસનગર શહેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના સાત ચકલી વિસ્તારમાં તંબોળી શેરીમાં રહેતા નરેન્દ્રભાઇ જયંતિલાલ જડિયાની ચોક્સી બજારમાં ચોક્સી જ્યંતિલાલ અમરતલાલ જડિયા નામે સોના-ચાંદીની દુકાન આવેલી છે.
નરેન્દ્રભાઇએ શુક્રવારે રાત્રે નિત્યક્રમ મુજબ દુકાન વધાવી ઘરે ગયા બાદ રાત્રે દુકાનના આગળના દરવાજા તેમજ શટરનું તાળુ તોડી અંદર ઘૂસેલા તસ્કરો ચાંદીની કાંબી, કડલા, કડુ, ગોરવા, માથડી, મંગલસૂત્ર સહિત 11 દાગીના તેમજ ધર્માદા માટે મુકેલા ડબ્બામાંથી રોકડ ચોરી ગયા હતા. શનિવારે વહેલી સવારે નરેન્દ્રભાઇને દુકાનનું તાળું તૂટ્યું હોવાની જાણ થતાં તેઓ દુકાને દોડી ગયા હતા
અને દુકાનની અંદર જોતાં લાકડાનું કાઉન્ટર અને કાચ તૂટેલા હોઇ ચોરી થયાનું માલુમ પડતાં પોલીસને જાણ કરી હતી. જેને પગલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે તસ્કરોએ દુકાનમાં રહેલી તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં તેઓ સફળતા થયા ન હતા.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.