વિસનગર તાલુકાના ભાન્ડુ નજીક બહુચરાજી માતાજીના દર્શને પગપાળા જઇ રહેલા ખેરાલુ તાલુકાના લુણવા ગામના પદયાત્રીને કોઇ ગાડીચાલકે ટક્કર મારતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસે આઇસર જેવી ગાડીના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ખેરાલુના લુણવાના રાવળ અમરતભાઇ શંકરભાઇ તેમના મિત્ર દરજી કનુભાઇ ઉર્ફે કનૈયાલાલ સાથે ચૈત્રી પૂનમ નિમિત્તે બહુચરાજી ખાતે બહુચર માતાજીના દર્શન કરવા મંગળવારે સાંજના પગપાળા નીકળ્યા હતા. આ સમયે અમરતભાઇ રોડની બાજુમાં શાૈચક્રિયા કરવા ગયા હતા, કનુભાઇ દરજી રોડની બાજુમાં ઉભા રહી બીડી પીતા હતા.
તે સમયે ઊંઝા તરફથી આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે કનુભાઇને પાછળથી ટક્કર મારતાં તેઓ રોડ ઉપર પટકાયા હતા. શરીરે ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન કનુભાઇનું મોત નીપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.