આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ:વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી, મહિલા કર્મચારીઓને સન્માનિત કરાઈ

વિસનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે એન.એસ.એસ યુનિટના સહયોગથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની મહિલા કર્મચારીઓ માટે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ખ્યાતનામ મોટીવેશન સ્પીકર, લેખક અને ચિંતક કાજલ ઓઝા વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય સમાજમાં નારીના અસિતત્વ, સંઘર્ષ, સહાનુભૂતિ અને સહનશીલતા અનેક વિવિધ ઉદાહરણો આપ્યા હતા તેમજ ઉપસ્થિત દરેક ને પોતાના સંદર્ભો અને પ્રભાવિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં કાજલ ઓઝા વૈદ્યએ જણાવ્યું નારી શબ્દ પર પોતાનું ચિંતન રજૂ કર્યું હતું અને N(મધર નેચર), a(અફેકશન સ્નેહ), r(રીબેલ, રેસિસ્ટન્સ અને રિવોલ્યુએશન) જ્યારે i (નારીનો અહમ) જેવા અનેક વિવિધ વિષયો પર તાત્વિક દૃષ્ટિકોણથી પોતાના મંતવ્ય આપ્યા હતા. તેઓએ યુનિવર્સિટી મહિલા કર્મચારીઓને ઉત્સાહભેર શબ્દોથી પ્રોત્સાહિત કર્યા હતા અને અનેક વિવિધ જવાબદારીઓ મર્યાદાપૂર્વક નિર્વાહન કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલે યુનિવર્સિટી ખાતે વિવિધ ડીપાર્ટમેન્ટના મહિલા કર્મચારીઓનો યુનિવર્સિટીની પ્રગતિ, ઉન્નતિ અને યશ ગાથામાં સાથ અને સહયોગ થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં તેઓને દરેક પ્રકારની વ્યવસ્થા પૂરી પાડવાનો વિશ્વાસ પ્રગટ કર્યો હતો. યુનિવર્સિટીની 600 થી પણ વધુ મહિલા કર્મચારીઓને મહિલા દિવસ પર પ્રોત્સાહન આપવા વિવિધ રમતોનું આયોજન કર્યું હતું તથા દરેક મહિલા કર્મચારીઓને યુનિવર્સિટી તરફથી ભેટ અર્પણ કરાઇ હતી.

આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ, પ્રોવોસ્ટ ડો. ડી.જે.શાહ, રજીસ્ટાર ડૉ. કનુભાઈ પટેલ અને સમગ્ર ટ્રસ્ટી મંડળ, કર્મચારીઓ , વિદ્યાર્થીઓ તેમજ એન.એસ.એસ. ના સ્વયંસેવકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...