તલાટીઓ હડતાલ પર, લોકોને રઝળપાટ:વિસનગર તાલુકાના તલાટી કમ મંત્રીઓની અચોક્કસ મુદતની હડતાલ, કામગીરી અટકી પડતાં અરજદારોને ભારે હાલાકી

વિસનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પડતર માગોને લઈને તાલુકા પંચાયત સામે તલાટીઓ હડતાળ પર બેઠા

વિસનગર સહિત સમગ્ર ગુજરાતમાં આજે મંગળવારે તલાટીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી છે. જેમાં આ હડતાળમાં વિસનગરના તલાટીઓ પણ જોડાયા હતા અને હડતાળને સમર્થન આપ્યું હતું. જેમાં તાલુકા પંચાયત સામે તલાટીઓ હડતાળ પર બેઠા હતાં. તલાટીઓની હડતાળને કારણે અરજદારો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

પહેલા પણ માંગણીઓ ન સ્વીકારતાં કરાઈ હતી હડતાળ
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહા મંડળ દ્વારા માંગણીઓ ને લઇ પહેલા પણ હડતાળ કરવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા તલાટીઓની માંગણી પુરી કરવાની હૈયા ધારણા આપતા તલાટીઓ દ્વારા આંદોલન બંધ રાખી હતી પરંતુ નવ માસ થયા હોવા છતાં પણ તલાટીઓની માગણીઓ પૂરી ન થતાં ફરીથી ગુજરાત તલાટી મંત્રી મહામંડળ દ્વારા હડતાળની શરૂઆત કરવામાં આવી છે.

વિસનગરના તલાટીઓનું પણ હડતાળને સમર્થન
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા અપાયેલા હડતાળમાં વિસનગરના તલાટીઓ પણ જોડાયા હતા અને સમર્થન આપ્યું હતું. જેમાં તાલુકા પંચાયત ખાતે તલાટીઓ હડતાળ પર બેઠા હતા. જેમાં તલાટીઓ પણ હડતાળમાં બેસતા ગામ પંચાયતની કામગીરી અટકી પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...