લોકાર્પણ:વિસનગર સાંકળચંદ યુનિવર્સિટીમાં વડાપ્રધાનના જન્મદિને સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરનું લોકાર્પણ

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોદીના 71મા જન્મદિને 71 કિલોની કેક કાપી, ઓક્સિજન ટેન્કનું લોકાર્પણ કર્યું
  • નૂતન મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના 500 કોરોના વોરિયર્સનું સન્માન

વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને શુક્રવારે વિવિધ આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃતિઓ અને સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર તેમજ યુનિ. કેમ્પસમાં 13 હજાર લિટર લિક્વિડ ઓક્સિજન ટેન્કનું લોકાર્પણ કરાયું હતું. યુનિ.ના પ્રેસિડેન્ટ પ્રકાશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કરાયેલા સેવાકાર્યોમાં સાંસદ શારદાબેન પટેલ, સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

વડાપ્રધાનના 71મા જન્મદિનની ઊજવણીમાં 71 કિલોની કેક કાપવા સાથે કેમ્પસમાં 71 પ્રકારના આયુર્વેદિક છોડનું વૃક્ષારોપણ કરી પક્ષીઘર ખુલ્લું મૂકાયું હતું. નૂતન જનરલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ, મેડિકલ ચેકઅપ કેમ્પ, મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આવનારા સમયમાં રિસર્ચ એન્ડ સ્ટાર્ટઅપ માટે અદ્યતન સુવિધા મળી રહે તે હેતુસર સાંકળચંદ પટેલ પ્રોફેશનલ ડેવલપમેન્ટ સેન્ટર અંતર્ગત સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદ્દઘાટન કરાયું હતું.

કોરોનાના કપરા સમયમાં દર્દીઓની સેવા કરનાર નૂતન મેડિકલ કોલેજ અને નૂતન જનરલ હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સ, ફાર્માસિસ્ટ, વોર્ડબોય, સફાઈ કર્મચારી તેમજ યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોના 500 જેટલા કોરોના વોરિયર્સનું સન્માન કરાયું હતું. રક્તદાન કેમ્પમાં 351 બોટલ લોહી એકઠું કરવા સાથે યુનિવર્સિટીના વિધાર્થીઓની પ્રતિભા અને કળાને પ્રકાશિત કરતા સ્ટુડન્ટસ મેગેઝિનનું અનાવરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...