તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વિસનગરમાં સારથી મિત્ર મંડળ નામે છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર ઝબ્બે

વિસનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હતો, પેરોલ ફ્લો સ્ક્વોર્ડે અમદાવાદથી દબોચ્યો

ઊંઝાના ખટાસણાના અને વિસનગરની રોયલ સોસાયટીમાં રહેતા પટેલ કાન્તિભાઇ નરસિંહભાઇએ વર્ષ 2012માં સારથી મિત્ર મંડળ નામની ઇનામે લગતી ડ્રોની સ્કીમ મુકી હતી અને તેની અોફિસ શહેરના સ્પાનચંદન મોલમાં અાવેલ દિપકલા સિલેકશન નામની દુકાનમાં રાખી હતી જેમાં મહિને 1050 રૂપિયા 48 મહિના સુધી અાપવાના મુદત પુરી થયે 50,500 તથા અેકસ્ટ્રા બેનીફીટ 8 હજારનું સોનું અાપવાનું નક્કી કર્યું હતું.

જે સ્કીમમાં કરબટીયા ગામના ભાટીયા કિર્તીકુમાર વીરાભાઇ સહિતના દસ લોકો પણ સ્કીપમાં જોડાઇ માસિક 1050 રૂપિયા ભરતા હતા જેમાં વર્ષ 2016માં ડ્રો પુરો થતાં કિર્તીભાઇ તેમજ તેમની સાથે રહેલા લોકોએ પૈસાની માંગણી કરી હતી જ્યાં ઉઘરાણી છતાં પૈસા ન મળતાં ભાટીયા કિર્તિભાઇ વિરાભાઇએ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં પટેલ કાન્તિભાઇ નરસિંહભાઇ અને ઠાકોર રવાજી રહે. કેલીસણા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી જે કેસમાં પટેલ કાન્તિભાઇ છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હતો.

જ્યાં મહેસાણા પેરોલ ફ્લો સ્કોવોર્ડને પટેલ કાન્તિભાઇ ઉર્ફે મનીષભાઇ નરસિંહભાઇ અમદાવાદના ગોતા વિસ્તારમાં હોવાની બાતમી ના આધારે પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ કરી તેને ઝડપી લીધો હતો જેને શહેર પોલીસને હવાલે કરતાં પોલીસે તેની ધરપકડ કરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો