વિસનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે ઋષિકેશ પટેલ જાહેર કર્યા છે. જેમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોઈ ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં વિસનગર પ્રાંત કચેરી ખાતે મધ્યસ્થ કાર્યાલયથી રેલી યોજી ફોર્મ ભરશે. જેમાં સવારથી જ વિસનગર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે વિસનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે અને કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મધ્યસ્થ ચુંટણી કાર્યાલય પર કાર્યકરો ઉમટ્યાં
વિસનગર ડોસાભાઈ બાગ સામે આવેલા ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઋષિકેશ પટેલ ફોર્મ ભરશે. ત્યારે સવારથી જ કાર્યકરોમાં પડાપડી જોવા મળી હતી અને મધ્યસ્થ કાર્યાલય સામે મોટી સંખ્યામાં તાલુકાના ગામડાઓમાંથી પણ કાર્યકરો ઉમટી પડ્યા હતા.
મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા
વિસનગર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઋષિકેશ પટેલનો લાંબો રોડ શો શરૂ થયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા પણ જોડાયા હતા અને કાર્યકરો દ્વારા 'ઋષિકેશ ભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ' ના નારા લગાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.