સમગ્ર ગુજરાતમાં સવારથી જ મકરસંક્રાંતિનો તહેવાર આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. કોરોનાના 3 વર્ષ બાદ કોઈ પણ નિયંત્રણ વગર ઉત્તરાયણ પર્વની ઉજવણી થતા સવારથી જ સાઉન્ડ તેમજ પતંગોથી રસિકોમાં ભારે ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ત્યારે વિસનગરમાં પણ પોતાના નિવાસસ્થાને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પરિવાર તેમજ કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. તેમજ સાથે સાથે વિસનગર ખાતે કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પશુ પક્ષીઓની સારવાર કરતા કેર સેન્ટરની પણ મુલાકાત લીધી હતી.
વિસનગરમાં થલોટા રોડ પર આવેલા નિવાસસ્થાને ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે પરિવાર તેમજ વિસનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિસનગરમાં પતંગ ચગાવીને મજા માણી હતી.
વિસનગરમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મકરસંક્રાંતિના પર્વ પર ઘાયલ પશુ પક્ષીઓની સારવાર કરતાં કરુણા અભિયાન અંતર્ગત ચાલતા કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કેટલા પક્ષીઓ ઉત્તરાયણમાં ઘાયલ થતા તે અંગે પણ કેર સેન્ટરમાંથી માહિતી મેળવી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સાવચેતીપૂર્વક ઉત્સવની ઉજવણી કરીએ અને જીવ દયાની કાળજી રાખીએ તેવી તમામ વિસનગર વાશીઓને અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.