તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારીપત્ર:વિસનગર પાલિકામાં 129 ઉમેદવારો 140 ફોર્મ લઇ ગયા, એકે ભરાયું નથી

વિસનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુત્રોએ કહ્યું છેલ્લા બે દિવસમાં ફોર્મ ભરાશે
 • તાલુકા પંચાયતમાં દાવેદારોએ 133 ફોર્મ ઉપાડ્યા

વિસનગર પાલિકાના 9 વોર્ડની 36 સીટો માટે ત્રણ દિવસમાં 129 ઉમેદવારો 140 ફોર્મ લઇ ગયા છે. જ્યારે તાલુકા પંચાયતની 24 સીટો માટે 133 ફોર્મ દાવેદારો લઇ ગયા છે. પરંતુ ત્રણ દિવસમાં એકપણ ફોર્મ ભરાયું નથી.વિસનગર તાલુકા પંચાયતની 24 પૈકી 9 સીટોનાં ફોર્મ મામલતદાર કચેરીમાં ભરાય છે. જેમાં ત્રણ દિવસમાં 58 ફોર્મ, જ્યારે બાકીની 15 સીટો માટે 75 ફોર્મ મળી કુલ 133 ફોર્મ ઉપડ્યા છે. ભાજપ- કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાયું ન હોઇ ફોર્મ ભરાયા ન હોવાનું અને છેલ્લા બે દિવસમાં ફોર્મ ભરાશે તેમ સૂત્રોએ કહ્યું હતું.

વિસનગર તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતની 5 સીટો પૈકી ગોઠવા સીટ પરથી જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ શીલાબેન સુધીરકુમાર પટેલ અને તેમના પતિ સુધીરભાઇ પ્રહલાદભાઇ પટેલે ફોર્મ સર્કિટ હાઉસમાં ભર્યા હતા. જ્યારે ભાન્ડુ સીટ પર પટેલ રીટાબેન કનૈયાલાલે ઉમેદવારીપત્ર ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો