સૂચના:વિસનગરમાં જો ગ્રાહકે માસ્ક નહીં પહેર્યું હોય તો વેપારી દંડાશે: પાલિકાની ચીમકી

વિસનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોનાના વધતા કેસો ને લઇ વેપારીઓમાં જાગૃતિ આવે તે માટે પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર બજારમાં ફરી દુકાનદારોને સમજાવ્યા હતા. - Divya Bhaskar
કોરોનાના વધતા કેસો ને લઇ વેપારીઓમાં જાગૃતિ આવે તે માટે પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર બજારમાં ફરી દુકાનદારોને સમજાવ્યા હતા.
  • બજારમાં પાલિકા પ્રમુખ અની સીઓ સહિત સ્ટાફે ફરી વેપારીઅોને સૂચના આપી

વિસનગર પાલિકા દ્વારા કોરોનાના વધી રહેલ કેસને લઇ શહેરમાં જાગૃતિ લાવવા સોમવારે બજારોમાં ફરી દુકાનદારો તેમજ લારી પાથરણાવાળાઅોને વેક્સિનના બંને ડોઝનું સર્ટીફિકેટ રાખવા સહિત માસ્ક નહીં પહેરે તો પાલિકા દંડ કરશે તેમ સૂચના અાપી હતી અા ઉપરાંત માસ્ક નહીં પહેરેલાઅોને માસ્ક પણ અપાયા હતા.

કોરોનાના વધી રહેલ કેસને લઇ વેક્સિનેશનમાં જાગૃતિ અાવે તે માટે પાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલ, ચીફ અોફિસર અશ્વિનભાઇ પાઠક સહિત પાલિકાના નગરસેવકો અને સ્ટાફ દ્વારા સોમવાર સાંજે બજારોમાં ફરી દુકાનદારોને મળ્યા હતા જેમાં મંડી બજારમાં અાવેલ પાલિકાથી નીકળ્યા હતા અને શહેરના ત્રણ દરવાજા ટાવર સહિત રેલ્વે સર્કલ સુધી અાવેલ દુકાનોમાં ફરી દુકાનદારો તેમજ લારી પાથરણાવાળાઅોને સમજાવ્યા હતા જેમાં તેમણે વેપારીઅોને વેક્સિનના બંન્ને ડોઝનું સર્ટીફિકેટ ફરજીયાત રાખવાનું તેમજ માસ્ક પહેરવાની સૂચના અાપી હતી.

જો તેમ નહીં કરે તો તેવા વેપારીઅો સામે 500 રૂપિયા દંડ કરાશે તેમ જણાવ્યું હતું. અા અંગે પાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલે જણાવ્યું કે દુકાનદારોને વેક્સિનના સર્ટી તેમજ માસ્ક પહેરવા જણાવવામાં અાવ્યું છે પાલિકાની સૂચનાનો અનાદર કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરાશે અને ખરીદી કરી રહેલ ગ્રાહકે પણ માસ્ક પહેરેલ નહીં હોય તો પણ વેપારી પાસેથી દંડ લેવાશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...