બેઠક:વિસનગરમાં 31 માર્ચ સુધીમાં વેરો ભરે તેને પેનલ્ટી અને વ્યાજમાં 100 ટકા માફી અપાશે

વિસનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસનગર નગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવને મંજૂરી અપાઈ
  • મહેસાણા​​​​​​​ ચોકડી, કાંસા ચોકડી, પાલડી ત્રણ રસ્તા સર્કલ નાના કરાશે

વિસનગર નગરપાલિકાની બુધવારે સાંજે મળેલી ખાસ સામાન્ય સભામાં 31 માર્ચ સુધી વેરો ભરનાર કરદાતાને વેરા ઉપર લાગેલી પેનલ્ટી કે વ્યાજ 100 ટકા માફના ઠરાવ સહિત 12 ઠરાવોને મંજૂરી અપાઇ હતી. જ્યારે કંપોસ્ટીંગ પ્લાન્ટના ટેન્ડર મુદ્દે એજન્સી સાથેના કરાર સહિતના બે ઠરાવ નામંજૂર કરાયા હતા.

પાલિકાના સભાખંડમાં પ્રમુખ વર્ષાબેન પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી ખાસ સાધારણ સભામાં જે કરદાતાનો ટેક્ષ બાકી હોય ને પેનલ્ટી ચડાવી હોય પરંતુ 31 માર્ચ સુધીમાં વેરાની રકમ ભરપાઇ કરે તો આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના હેઠળ વ્યાજ અને પેનલ્ટી 100 ટકા માફ કરવાના ઠરાવને ચર્ચા બાદ બહાલી અપાઇ હતી.

ઉપરાંત, પીવીસી ખરીદી કરવા, આદર્શ હાઇસ્કૂલ નજીક બોર બનાવવાની કામગીરી, શિવશક્તિ સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટના નવા થાંભલા નાંખવા, મહેસાણા ચાર રસ્તા, કાંસા ચાર રસ્તા, પાલડી ત્રણ રસ્તાના સર્કલો નાના કરવા, સ્થળ ઉપર કોઇ મિલકત ન હોવા છતાં વેરો આકારવા સહિતના 12 ઠરાવોને પણ મંજૂરી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...