આરોપીને સખત સજા ફટકારી:વિસનગરમાં બિલ્ડરને ચેક રિટર્ન કેસમાં કોર્ટે 6 માસ કેદની સજા તેમજ ચેકની રકમ 30 દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર શહેર ગણેશ એન્જિનિયર્સના નામે બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો ધંધો કરતા બિલ્ડરે પોતાની જ સોસાયટીમાં રહેતા મિત્ર પાસેથી ધંધાની સિઝન હોવાનું કહી 13.25 લાખ રૂપિયા લઈ પરત ન આપી મિત્ર દ્વારા માગણી કરતા બિલ્ડરે ચેક આપતા જે ચેક રિટર્ન થતા વિસનગર કોર્ટમાં આ અંગેનો કેસ ચાલી જતા કોર્ટે બિલ્ડરને ગુનેગાર ઠેરવી છ માસ કેદની સજા તેમજ ચેકની રકમ 30 દિવસમાં ચૂકવી આપવા માટેનો હુકમ કર્યો છે.

વિસનગરની સુરક્ષા સોસાયટીમાં રહેતા પટેલ દિનેશકુમાર શંકરલાલ તેમની જ સોસાયટીમાં રહેતા અને ગણેશ એન્જિનિયર્સના પ્રોપરાઈટર બળદેવભાઈ ગંગારામ પ્રજાપતિ પરિચયમાં આવ્યા બંને વચ્ચે મિત્રતા થઈ હતી. જ્યાં બળદેવભાઈએ વર્ષ 2019માં ધંધાની સિઝન હોવાનું કહી દિનેશભાઈ પાસેથી રૂ.13.25 લાખની માગણી કરી હતી. જેમાં દિનેશભાઈએ બળદેવભાઈને 10 લાખ, 2.15 લાખ અને 1.10 લાખ મળી કુલ ત્રણ ચેકો આપ્યા હતા. જ્યાં ત્રણ માસ બાદ દિનેશભાઈએ પૈસાની માંગણી કરતા બળદેવભાઈએ કહ્યું કે, હાલ સગવડ નથી તેમ કહી અઢી વર્ષ સુધી નાણાં પરત આપ્યા નહિ. જેમાં દિનેશભાઈને જરૂરિયાત ઊભી થતાં અવાર નવાર ઉઘરાણી કરતા બળદેવભાઈએ ચેક આપ્યો હતો. જે ચેક અપૂરતા નાણાંને કારણે રિટર્ન થયો હતો. જે બાબતે જાણ કરતા બળદેવભાઈએ જણાવ્યું હતું કે, પૈસાની સગવડ હોવાને પરત આવતો હતો. જેમાં એકાઉન્ટમાં અપૂરતા બેલેન્સને કારણે બળદેવભાઈએ દિનેશભાઈને આપેલો 13.25 લાખનો ચેક રિટર્ન થતા દિનેશભાઈએ વિસનગર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલી જતાં કોર્ટે પ્રજાપતિ બળદેવભાઈ ગંગારામને દોષિત ઠેરવી 138ના ગુનામાં 6 માસ કેદની સજા અને નાંણાની રકમ 30 દિવસમાં ચૂકવવાનો આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...