તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:વિસનગરમાં આધેડે આર્થિક સંકડામણને લઇ ફાંસો ખાધો

વિસનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દુકાનમાં જ આપઘાત કરી લેતાં ચકચાર

વિસનગર શહેરની નૂતન હાઇસ્કુલ રોડ ઉપર અાવેલ દુકાનમાં ગુરૂવારે વહેલી સવારે 50 વર્ષીય અાધેડે સંકડામણગળેફાંસો ખાઇ અાપઘાત કરી લેતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જ્યાં અાધેડના દીકરાઅે તેમના પિતાઅે અાર્થિક સંકળામણ અને બિમારીને લઇ અાપઘાત કર્યાનું નિવેદન અાપતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

શહેરના ફતેહ દરવાજા વિસ્તારમાં અાવેલ શુભશુકલ ફ્લેટમાં રહેતા રાજપૂત ભવરસિંહ ઉગમસિંહ નામના અાધેડ શહેરની ચકુબાઇ સ્કુલની બાજુમાં જસપાલ કેટરર્સ નામની દુકાનમાં પાન-મસાલાનો ધંધો કરતા હતા.

ભવરસિંહ ગુરૂવારે વહેલી સવારે ઘરેથી નીકળી ગયા હતા અને તેમના દીકરા જસપાલસિંહ પણ કામે નીકળ્યા હતા જ્યાં સવારે અાઠ વાગ્યે જસપાલસિંહે તેમના પિતાને ફોન કરતાં તેમનો ફોન બંધ અાવતો હતો જ્યાં તેમણે દુકાને અાવી તપાસ કરતાં દુકાનનું શટર બંધ હતું જે શટર ખોલી જનતાં તેમના પિતા ભવરસિંહને લોખંડના તાર ભેગા કરી ગળા ફાંસો ખાધેલી હાલતમાં જોતાં બુમાબુમ કરી મુકી હતી જેથી અાજુબાજુમાંથી લોકોઅે દોડી અાવી તેમને નીચે ઉતારી પોલીસને જાણ કરી હતી. પોલીસને તેમના દીકરા જસપાલસિંહે તેમના પિતાઅે અાર્થિક સંકડામણ તથા બિમારીને કારણે અાપઘાત કર્યાનું નિવેદન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...