ફરિયાદ:વિસનગરમાં પાસબુક શોધવા મુદ્દે મહિલાને પતિ-સાસુએ માર માર્યો

વિસનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ વિસનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી

વિસનગરની લક્ષ્મી સોસાયટીમાં રહેતી મહીલા તેના ઘરમાં પાસબુક શોધી રહી હતી તે દરમિયાન તેના પતિ અને સાસુઅે અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી અાપ્યાની મહિલાને વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ અાપતાં પોલીસે તેના પતિ અને સાસુ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતી ખમાર સુહાનીબેન માૈલિનકુમાર શનિવારના રોજ તેને પાસબુકની જરૂરિયાત હોવાથી ઘરમાં શોધતા હતા તે દરમિયાન તેમના સાસુ પુષ્પાબેન પણ ઘરે હાજર હતા.શોધખોળ બાદ પણ સુહાનીબેનને પાસબુક મળી ન હતી તે દરમિયાન તેમના પતિ માૈલિનકુમાર ઘરે અાવતાં તેમની માતા પુષ્પાબેને તારી પત્ની તારી પાસબુક શોધે છે તેમ કહેતાં સુહાનીબેને હુ મારી પાસબુક શોધુ છુ તમે ખોટુ ના બોલશો તેમ કહેતાં માૈલિનભાઇ અને પુષ્પાબેન ઉશ્કેરાઇ ગયા હતા અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી અાપી હતી. સુહાનીબેને પતિ માૈલિન અરવિંદભાઇ ખમાર અને પુષ્પાબેન ખમાર સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...