ગુજરાત ગ્રીન ગ્લોબલ બિગ્રેડના પ્રમુખે વિસનગર શહેરમાં ખેરાલુ હાઇવે પરથી ગેરકાયદે કાપેલા ખીજડાના વૃક્ષો ભરેલું ટ્રેક્ટર ઝડપી લઇ વન વિભાગના હવાલે કર્યું હતું. તેમણે ઉત્તર ગુજરાતમાં વન વિભાગ અને મહેસુલી તંત્રની રહેમ નજર હેઠળ આરક્ષિત ખીજડાના વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું હોવાનો આક્ષેપ કરી દોષિતો સામે પગલાં લેવા માંગ કરી હતી.
ગુજરાત ગ્રીન ગ્લોબલ બ્રિગેડના પ્રમુખ નિલેશ રાજગોર રવિવારે વિસનગરથી પસાર થતા હતા. ત્યારે ખેરાલુ હાઇવે પર આરક્ષિત ખીજડો ભરેલ ટ્રેક્ટર પસાર થતું જોવા મળતાં તેને અટકાવી પૂછપરછ કરતાં કોઇપણ પરવાનગી વગર કાપી ઉમતા લાટીમાં લઇ જવાતું હોવાનું જાણવા મળતાં વિસનગર રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જાણ કરતાં વન વિભાગે ટ્રેક્ટર કબજે લઇ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.