તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:વિસનગરમાં ગેસની પાઇપલાઇન તૂટતાં આગ ભભૂકતાં દોડધામ મચી

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે ફાયર ફાઇટર કામે લગાડ્યા, આગળથી પુરવઠો બંધ કરાતાં કાબૂમાં આવી

વિસનગરમાં મહેસાણા રોડ ઉપર રાજેન્દ્ર કોલોની નજીક આવેલ કેનાલમાં અગમ્ય કારણોસર પીએનજી ગેસની પાઇપલાઇન તૂટતાં આગ લાગતાં દોડધામ મચી હતી. જેને કાબૂમાં લેવા પાલિકાના બે ફાયર ફાઇટર કામે લગાડ્યા હતા. જોકે, સાબરમતી ગેસ કંપની દ્વારા આગળથી ગેસનો પુરવઠો બંધ કરાતાં કાબૂમાં આવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વિસનગર-મહેસાણા રોડ ઉપર અાવેલ રાજેન્દ્ર કોલોની પાસે અાવેલ કેનાલમાં પસાર થતી સાબરમતી કંપનીની પીઅેનજી ગેસની પાઇપલાઇન તૂટતાં અાગ લાગી હતી અને અાગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં દોડધામ મચી હતી. જેને કાબૂમાં લેવા માટે વિસનગર ફાયર ફાઇટરને જાણ કરતાં ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી અાવી અાગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો તે સમયે અાગ કાબૂમાં અાવી ન હતી. જ્યાં કંપનીના કર્મીઓએ આગળથી ગેસ પુરવઠો બંધ કરતાં અાગ કાબુમાં અાવી હતી, ત્યાર બાદ સમારકામ હાથ ધરાયું હતું. જોકે, કેનાલમાં પાઇપ લાઇન કેવી રીતે તૂટી અને આગ કેવી રીતે લાગી તેની ચોક્કસ માહિતી મળી ન હતી.

અન્ય સમાચારો પણ છે...