તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વૈચ્છિક બંધ:વિસનગરમાં વધતા કોરોના સંક્રમણને લઇ 70 ટકા વેપારીએ દુકાનો બંધ રાખી

વિસનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સવારે થોડી દુકાનો ખુલી, બપોર બાદ 90 ટકા બંધ, બજારો સુમસામ

વિસનગરમાં કોપરસીટી મર્ચન્ટ એસો.ની બેઠકમાં સોમવારથી બજાર ખોલવાનો નિર્ણય લેવાયો હતો. ત્યાર બાદ રવિવારે મળેલી બેઠકમાં વિસનગર વેપારી મહામંડળે સપ્તાહ સ્વૈચ્છિક બંધ રાખી 10 મેથી બજારો ખોલવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે વેપારીઓ સોમવારે બજાર ખોલવા કે નહીં તેને લઇ અવઢવમાં મુકાયા હતા. પરંતુ કોરોનાના વધતા કેસને લઇ ગણી ગાંઠી દુકાનો જ ખુલ્લી હતી, શહેરના 70 ટકા બજારો બંધ જોવા મળ્યા હતા.

બપોર બાદ તમામ દુકાનો બંધ જોવા મળી હતી, લોકોની અવરજવર પણ નહીંવત જોવા મળી હતો. રેડિમેડ ગારમેન્ટ એસો.ના પ્રમુખ ચંદુભાઇ પટેલે જણાવ્યું કે, હાલમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધારે હોઇ અમને દુકાનો ખોલવી યોગ્ય ન લાગતાં બંધ રાખી છે. કોરોના સંક્રમણ ઘટશે ત્યારે જ શરૂ કરીશું તેમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો