તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારી પકડ્યા:વિસનગરમાં કાંસા એનએના સરપંચ સહિત 6 શખ્સો જુગાર રમતાં ઝબ્બે

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • LCBએ તિરૂપતિ મેટ્રોમોલમાં રેડ કરી રૂ.80,200ની મત્તા કબજે લીધી
  • સ્થાનિક પોલીસે આથમણા વાસમાંથી 3 જુગારી પકડ્યા

વિસનગરના તિરૂપતિ મેટ્રોમોલની દુકાનમાં એલસીબીએ રેડ કરી કાંસા એનએના સરપંચ દિલીપ પટેલ સહિત 6 શખ્સોને, જ્યારે સ્થાનિક પોલીસે આથમણા વાસમાં રેડ કરી ત્રણ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. બંને સ્થળેથી કુલ રૂ.81,700નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.વિસનગરના કાંસા એનએ વિસ્તારમાં આવેલા મેટ્રોમોલ કોમ્પલેક્ષની દુકાનમાં પટેલ ચંદ્રકાન્ત ઉર્ફે લાલાભાઇ નટવરલાલ બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની મહેસાણા એલસીબીને બાતમી મળી હતી.

જેના આધારે રેડ કરી કાંસા એનએના સરપંચ દિલીપ મફતલાલ પટેલ, ચંદ્રકાન્ત નટવરલાલ પટેલ, સચિન દિનેશભાઇ પટેલ, મજેશ જયંતિભાઇ પટેલ, પ્રશાંત દિનેશભાઇ પટેલ અને મેહુલ હસમુખભાઇ નાયીને જુગાર રમતાં ઝડપી લઇ રોકડ રૂ.50,200, રૂ.30 હજારના 6 મોબાઇલ મળી રૂ.80,200નો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે સ્થાનિક પોલીસે આથમણા વાસમાં બાતમીને આધારે રેડ કરતાં મનોજ રામાજી ઠાકોર, વિક્રમજી સરતાનજી ઠાકોર અને પ્રકાશ કનુજી ઠાકોર જુગાર રમતાં ઝડપાઇ ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી જુગાર સાહિત્ય સાથે રૂ.1500 રોકડ કબજે લઇ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઊંઝામાંથી 3 જુગારીયાં પકડાયા
ઊંઝા : ઊંઝા શહેરના ગંજબજારના દરવાજા પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ઊંઝા પોલીસે રેડ કરી મૂળ ઐઠોર ગણપતિ મંદિર પાસે રહેતા દેવીપૂજક જીતુભાઇ બાબુભાઇ,દેવીપૂજક સંજયકુમાર શાંતુભાઈ તથા દેવીપૂજક ગંગારામ બાબુભાઇને 1670 ની મત્તા સાથે ઝડપી
લીધા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...