ફોન લઈ એક્ટિવા ચાલક ફરાર:વિસનગરમાં યુવક સાંજે ફોન પર વાત કરતો જતો હતો; ચાલક સામે ગુનો નોંધાયો

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગરમાં બસ સ્ટેશનથી જી.ડી. સર્કલ તરફ જતા એક યુવક ઉમાં માર્કેટ આગળ રોડ પર સાંજના સમયે વાતચીત કરતો જતો હતો. જ્યાં ફોનમાં વાતચીત કરતા જતા યુવકના હાથમાંથી મોબાઈલ ફોન લઈ એક્ટિવા ચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે યુવકે અજાણ્યા શખ્સ સામે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણા રોડ પર લક્ષ્મી સોસાયટીમાં રહેતા ખમાર મૌલીન અરવિંદભાઈ એ ગંજબજારમાં શાકભાજીની પેઢી ધરાવે છે. ખમાર મૌલિન ગત તારીખ 03/01/2023ના રોજ બસ સ્ટેન્ડથી જી.ડી.સર્કલ તરફ ચાલતો જતો હતો. તે દરમિયાન સાંજના પોણા સાતેક વાગે ઉમાં માર્કેટ આગળના રોડ પર મોબાઈલ પર વાતચીત કરતો જતો હતો. એ સમયે બસ સ્ટેન્ડ બાજુથી એક એક્ટિવા ચાલક નજીકથી પસાર થઈ ઓપ્પો કંપનીનો એફ. 19 એસ મોડલનો મોબાઈલ ફોન લઈને જતો રહ્યો હતો. જ્યાં મૌલીને પીછો કરતા એક્ટિવા ચાલક મળી આવ્યો ન હતો. જે એક્ટિવાની નંબર પ્લેટ વાઈટ થઈ ગઈ હોવાને કારણે નંબર જોઈ શક્યા નહિ. આ અંગે ઓનલાઇન એફ.આર.આઇ નોંધાવી હતી. જે આધારે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરાર એક્ટિવા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...