• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • In Visanagar, The Chaudhary Community Played The Role Of Daughter Of The Muslim Community; A Tilak Of Kanku Rice On The Forehead Provided The Symbol Of Hinduism

કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ:વિસનગરમાં ચૌધરી સમાજે મુસ્લિમ સમાજની દીકરીનુ મામેરું ભર્યું; કપાળમાં કંકુ ચોખાનું તિલક કરી હિન્દુ ધર્મનું પ્રતીક પુરુ પાડ્યું

વિસનગર20 દિવસ પહેલા

વિસનગરમાં હરિહર સેવા મંડળમાં કોમી એકતાનુ ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતુ. જેમાં ઉણાદ ગામના મુસ્લિમ પરિવારની એક દીકરીના મામા ન હોવાથી ગામના જ ચૌધરી સમાજના પરિવાર દ્વારા તેના લગ્ન પ્રસંગે મામેરું ભરી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિસનગર ખાતે હરિહર સેવા મંડળમાં મુસ્લિમ પરિવારની દીકરીના લગ્ન યોજાયા હતા. સમસ્ત ઉણાદ ગામમાં એક જ મુસ્લિમ પરિવારનું ઘર હોય અને યુવતીના મામા ન હોવાથી મામેરાની રીત રિવાજ મુજબ મામેરું કર્યું હતુ. મામેરામાં આવેલા ચૌધરી સમાજના લોકોનું હિન્દુ ધર્મ મુજબ મુસ્લિમ સમાજ દ્વારા કંકુ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતુ. ગામના ચૌધરી પરિવાર દ્વારા શબનબાનુંને આશીર્વાદ આપ્યા હતા.

હિન્દુ-મુસ્લિમ બહેનોએ લગ્નગીતો ગાઈ સંસ્કૃતિને ઉજાગર કરી
ઉણાદ ગામમાં રહેતા મનસુરી યુનુસભાઈ જૈન દેરાસર સામે રહે છે. જેમાં સમસ્ત ગામમાં 1 મુસ્લિમ સમાજનું મકાન છે. ગામમાં ચૌધરી, ઠાકોર, રબારી, બ્રાહ્મણ વગેરે સમાજના લોકો રહે છે. જેમાં ગામમાં રહેતા મનસુરી યુનુસભાઈની દીકરી શબનબાનુંના લગ્ન વિસનગર હરિહર સેવા મંડળના હોલમાં યોજાયા હતા. જેમાં મનસુરી શબનબાનુંના મામા ન હોવાથી ગ્રામજનો મામા બની રિતી રિવાજ મુજબ મામેરૂ ભર્યું હતુ. ગામના ચૌધરી નરેન્દ્રભાઈ વિરસંગભાઈ એ 1 લાખ 11 હજાર 151 રૂપિયાનું મામેરું કરી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ. લગ્ન પ્રસંગમાં હિન્દુ-મુસ્લિમ બહેનોએ એક સાથે લગ્નગીતો ગાયા હતા અને સંસ્કૃતિને ઉજાગર કરી હતી.

મને 20 વર્ષથી રાખડી બાંધે છે: નરેન્દ્રભાઈ
આ અંગે મામેરું ભરનાર ચૌધરી નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, જે અમારા ધર્મના બેન છે, 20 વર્ષથી અમે પાડોશી છીએ, મને 20 વર્ષથી રાખડી બાંધે છે. જેથી એમના સગા ભાઈ ન હોય અમારી બેન તરીકે અમે રાખ્યા છે. જેમાં અમે 1 લાખ 11 હજાર 151નું મામેરું ભર્યું છે.

હિન્દુ ધર્મનું ખાસ પ્રતીક પુરુ પાડ્યું
ઉણાદ ગામના દલાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આમિનાબેન વર્ષોથી અમારા ગામમાં રહે છે. જેમને 20 વર્ષથી નરેન્દ્રભાઈએ ધર્મના બહેન કરેલા છે. એમને પોતાનો ભાઈ છે નહિ અને પોતે રાખડી બાંધે છે. એમના મામેરા પેટે 1 લાખ 11 હજાર 151નુ મામેરું ભર્યું છે. જે કોમી એકતાનું પહેલું ઉદાહરણ અને બીજું ઉદાહરણ એ કે અમે મામેરું ભરવા આયા એમના જાતે મુસ્લિમ સમાજના છે. તેમ છતાં હિન્દુ મહેમાનોને આવકારી કપાળમાં કંકુ ચોખાનું તિલક જાતે કર્યું. જે અમારા હિન્દુ ધર્મનું ખાસ પ્રતીક છે, જેને પુરુ પાડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...