નજીવી બાબતે જીવલેણ હુમલો:વિસનગરમાં ગ્રાહક બાબતે બોલાચાલી કરી દુકાનદારના ભાઈને માર્યો, દુકાનદાર ઠપકો આપવા જતાં તેને પણ મારતાં ત્રણ સામે ફરિયાદ

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર શહેરમાં મેઈન બજારમાં ગ્રાહક બાબતે બોલાચાલી કરી દુકાનદારના ભાઈને લાકડી વડે બીજા દુકાનદારે માર માર્યો હતો. જે અંગે દુકાનદાર ઠપકો આપવા જતાં એને પણ લાકડી વડે મારતાં દુકાનદારે ત્રણ ઈસમો સામે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ઝપાઝપી કરી લાકડી-ગડદાપાટુનો માર માર્યો
વિસનગર શહેરના સાત ચકલી ગુરુના ખાંચામાં રહેતા રાશિદ આરીફભાઈ વહોરાની મેઈન બજારમાં ઈંડાની દુકાન આવેલી છે. જેમાં ગત તારીખ 20/10/2022ના રોજ રાશિદ ભાઈ એમની દુકાને ગયા ત્યારે તેમના ભાઈ ઉસમાન ભાઈ હાજર હતા. તેમણે કહ્યું કે આપણા સામેની દુકાન એ.વન દુકાન વાળા અકીલ સિદ્દીકભાઈ મેમણે મારી સાથે ગ્રાહક બાબતે બોલાચાલી કરી મને લાકડીથી માર માર્યો. જેથી રાશિદભાઈ એમના ભાઈ સાથે સામે વાળાને ઠપકો આપવા જતાં અકીલે એકદમ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી લાકડી વડે રાશિદભાઈને માર માર્યો હતો. એમનું ઉપરાણું લઈ અકીલના પિતા સિદ્દીકભાઈ અને તેના ભાઈ સોયેબે ઝપાઝપી કરી ગડદાપાટુનો માર માર્યો હતો.

વિસનગર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આમ ઠપકો આપવા જતાં અકિલ સિદ્દીકીએ લાકડી વડે માર મારી અને તેના પિતા અને ભાઈએ ઉપરાણું લઈ ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારતાં ત્રણ સામે વિસનગર શહેર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...