બંધ એલાનને આંશિક સમર્થન:વિસનગરમાં કોંગ્રેસે માર્કેટ બંધ કરાવવા રેલી યોજી, શહેરમાં ગણ્યા ગાંઠ્યા વેપારીઓએ દુકાનો બંધ રાખી

વિસનગરએક મહિનો પહેલા

કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલા ગુજરાત બંધના એલાનને વિસનગરમાં આંશિક સમર્થન મળ્યું હતું. જેમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા રેલવે સર્કલથી રેલી યોજી ત્રણ દરવાજા ટાવર સુધી બંધ કરાવવા માટે નીકળ્યા હતા. ત્યાં અમુક ગણ્યા ગાંઠ્યા વેપારીઓ દ્વારા જ તેમની દુકાનો બંધ કરી આંશિક સર્મથન આપ્યું હતું. કોંગ્રેસ દ્વારા મોઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં વિસનગરમાં બંધ એલાનને આંશિક સમર્થન મળ્યું હતું.

કોંગ્રેસના કાર્યકરો રેલી યોજી બંધ કરાવવા નીકળ્યા હતા
વિસનગરમાં કોંગ્રેસ સમિતિના કાર્યકરો રેલવે સર્કલથી ત્રણ દરવાજા ટાવર સુધી રેલી યોજી હતી. જેમાં કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા વેપારીઓને મોંઘવારી સહિતના મુદ્દાઓ સમજાવવા આવ્યા હતા અને બપોર સુધી દુકાનો બંધ રાખી સહકાર આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. પરંતુ આ બંધના એલાનને વિસનગરના ગણ્યા ગાંઠ્યા વેપારીઓએ સમર્થન આપ્યું હતું. એમાં થોડીવાર માટે શટર બંધ કરી ચાલુ કરી દેવામાં આવ્યા હતા.

વિસનગરના કાંસા ચોકડી, આઇ.ટી.આઇ ચોકડી, મહેસાણા ચોકડી, એમ.એન.કોલેજ થી જી.ડી. હાઇસ્કુલ રોડ, નૂતન રોડ, માયા બજાર સહિત વિસ્તારોમાં દુકાનો ખુલ્લી રહી હતી. આ અંગે કોંગ્રેસના અગ્રણી સુધીરભાઈ પટેલે જણાવ્યું હતુ કે, ગુજરાત અને ભારત લગભગ 4 કલાક જેટલું આંશિક બંધ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આદેશ આપ્યો છે. ગુજરાતમાં અને દેશમાં વધતી મોંઘવારી, જીએસટી અને બેરોજગારીમાં જે પુષ્કળ વધારો થયો છે, એ વધારો સરકાર દૂર કરે અને પ્રજાને એમાંથી રાહત આપે એ માટે આખા દિવસનું બંધ નહિ પરંતુ માત્ર 4 કલાક 8થી 12નું બંધ રાખી વેપારીઓને પણ નુકસાન ન જાય એ રીતે પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિએ બંધ પાળીને સહકાર માગ્યો છે. વિસનગરમાં તમામ વેપારીઓએ એકી અવાજે કહ્યું કે, આ અમને પણ નડે છે જેમાં સવારે વેપારીઓએ દુકાનો ખોલી હતી જે બંધ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...